તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Jamnagar
  • Swaminarayan Kovid Hospital Took Rs 2 Lakh And Rs. Seized A Bill Of 67 Thousand! The Youth Came To Bhaskar's Office And Attacked Him

કૌભાંડ બાદ હોસ્પિટલ વિફરી!:જામનગરની સ્વામિનારાયણ કોવિડ હોસ્પિટલે 2 લાખ લઈ રૂા. 67 હજારનું બીલ પકડાવ્યું! યુવકે ભાસ્કર ઓફિસે આવીને ઘા નાખી

જામનગર3 મહિનો પહેલા
  • કૉપી લિંક
ભાસ્કરની ઓફિસે આવીને યુવકે વ્યથા ઠાલવી - Divya Bhaskar
ભાસ્કરની ઓફિસે આવીને યુવકે વ્યથા ઠાલવી
  • કલેકટર ઓફિસે પણ રજૂઆત કરી, દર્દીને ઇન્જેક્શન આપ્યાના પુરાવા રૂપે યુવકને ખાલી બોક્સ અપાયા હતાં
  • રેમડેસિવિર ઇન્જેક્શનના 15 થી 20 હજાર થશે એવું કહ્યું હતું, પણ તેના બીલ નહોતા આપ્યા: સાગર ઉડિયાન

જામનગરમાં વિવાદાસ્પદ બનેલી સ્વામિનારાયણ કોવિડ હોસ્પિટલના કાંડ એક પછી એક બહાર આવી રહ્યા છે. ગેરકાયદેસર રીતે રેમડેસિવિર ઈન્જેક્શન મેળવવાના ચકચારી પ્રકરણમાં પોલીસ ફરિયાદ થયા બાદ હવે હોસ્પિટલ દ્વારા બીલ આપ્યા વગર મસમોટા બીલ ઉઘરાવવામાં આવતા હોવાનું બહાર આવ્યું છે જેમાં પીડિત યુવકે ભાસ્કર ઓફિસે આવીને હોસ્પિટલ દ્વારા આપવામાં આવેલા બીલો તેમજ માનસિક ત્રાસ અંગેની પોતાની વ્યથા વર્ણવી હતી. આ અંગે તેણે કલેક્ટરમાં પણ હોસ્પિટલ સામે પગલાં લેવાની અરજ કરી છે.

જામનગરની સ્વામિનારાયણ કોવિડ હોસ્પિટલમાં મૃત અને ડિસ્ચાર્જ થયેલા દર્દીઓના નામે રેમડેસિવિર ઈન્જેક્શનો મેળવી તેને ઉંચા ભાવે દેવાના ચકચારી પ્રકરણમાં પોલીસ ફરિયાદ થયા બાદ હવે હોસ્પિટલ દ્વારા બીલ આપ્યા વગર મસમોટી રકમ લેવામાં આવી રહી હોવાની ચોંકાવનારી રજૂઆત થઈ છે. ભાસ્કર ઓફિસે આવેલા સાગર અજીતભાઈ ઉડિયાન નામના યુવકે પોતાની વ્યથા જણાવી હતી કે, મારા દાદા શંકરભાઈ સ્વામિનારાયણ કોવિડ હોસ્પિટલમાં તા.25-9-2020થી તા.1-10-2020 દરમિયાન દાખલ હતા જેની કોઈ માહિતી તે સમયે મને આપવામાં આવતી ન હતી, ફક્ત તાત્કાલિક રૂા.2 લાખ જમા કરાવી લેવામાં આવ્યા હતા અને રેમડેસિવિર ઈન્જેક્શનના બીલો પણ આપવામાં આવ્યા ન હતા તેની કિંમત રૂા.15થી 20 હજાર થશે તેમ જણાવવામાં આવ્યું હતું.

ઈન્જેક્શન આપ્યાના પુરાવા રૂપે ખાલી બોક્સ આપવામાં આવ્યા હતા. ડિસ્ચાર્જ વખતે ફક્ત રૂા.67900નું બીલ આપવામાં આવ્યું હતું. જ્યારે રૂા.2 લાખ લેવામાં આવ્યા હતા. આ બધી ગેરરીતિ અને માનસિક ત્રાસ માટે હોસ્પિટલ સામે પગલાં લેવા તેણે કલેક્ટરને પણ રજૂઆત કરી છે.

અન્ય સમાચારો પણ છે...