કોર્ટનો ચૂકાદો:જામનગરની સ્વામી વિવેકાનંદ ક્રેડીટ કો. ઓપરેટીવ સોસાયટીના વધુ ત્રણ ડિફોલ્ટર સભાસદોને જેલ તેમજ દંડની સજા

જામનગર19 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • આરોપીઓએ રેગ્યુલર લોન ભરપાઈ ન કરતા સોસાયટીએ નોટીસ આપી હતી

જામનગરની સ્વામી વિવેકાનંદ ક્રેડીટકો.ઓપરેટીવ સોસાયટીના સભાસદો રાજેશભા પરષોતમભાઈ પટોડીયા, દામજી રવજીભાઈ કણજરીયા તેમજ ભાવિક કિશોરભાઈ ચંદ્રેશાએ ધંધા માટે સોસાયટીમાંથી લોન લીધી હતી. આ લોનમાં તેમણે રેગ્યુલર લોન ભરપાઈ ન કરતા સોસાયટીએ કાયદેસરની નોટીસ આપી હતી. ત્યારબાદ ધી નેગોશીએબલ ઈન્સટ્રુમેન્ટ એક્ટ-138 અન્વયે કોર્ટ સમક્ષ ફરીયાદ દાખલ કરવામાં આવી હતી. ત્યારબાદ સમયાંતરે કેસ ચાલતા આરોપી કોર્ટ સમક્ષ હાજર થયો હતો અને આરોપીની પ્લી લેવામાં આવી હતી અને આરોપીએ ગુનો કબુલવાનો ઇનકાર કર્યો હતો.

એ.ડી. રાવની કોર્ટમાં કેસ આગળ ચાલતાં આ કામના આરોપીને ક્રિમીનલ પ્રોસીઝર કોડની કલમ 255(2) મુજબ ધી નેગોશીએબલ ઈન્સટ્રુમેન્ટ એક્ટ 138 અન્વયે ગુનેગાર ઠરાવવામાં આવ્યા હતા. જેથી રાજેશ પટોડીયાને રૂ. 29 હજાર 600નો દંડ તેમજ ત્રણ માસની જેલની સજા, દામજી કણજારિયાને રૂ. 4 લાખ 60 હજાર 700નો દંડ અને ત્રણ માસની જેલની સજા અને ભાવિક ચંદ્રેશાને રૂ. 68 હજારનો દંડ અને 6(છ)માસની જેલની સજાનો હુકમ કરવામાં આવ્યો હતો. તેમજ આરોપી વિરૂદ્ધ સજા વોરંટ ઇશ્યુ કરવા તથા તેનો અમલ બજવણી માટે મોકલી આપવા પણ હુકમ કરાયો હતો. નોંધનીય છે કે આ કેસમાં ફરીયાદી તરફે વકીલ મણીલાલ જી.કાલસરીયા, મિતેષભાઈ એલ.પટેલ, ગૌરાંગભાઈ જી. મુંજપરા તથા હરજીવનભાઈ એમ.ધામેલીયા રોકાયા હતા.

અન્ય સમાચારો પણ છે...