આઝાદી કા અમૃત મહોત્સવ:જામનગરના ધ્રોલ ખાતે નેહરૂ યુવા કેન્દ્ર દ્વારા સ્વચ્છ ભારત અભિયાન કાર્યક્રમનુ આયોજન કરાયું

જામનગર3 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • કાર્યક્રમમાં ધ્રોલ નગરપાલિકાના અધિકારીઓ તેમજ કામદારો જોડાયા
  • પ્લાસ્ટિક મુક્ત ભારતના હેતુને સાર્થક કરવા પ્લાસ્ટિક વેસ્ટેજ એકઠો કરી તેનો નિકાલ કરવામાં આવ્યો

જામનગરના ધ્રોલ ખાતે સરકારના યુવા કાર્યક્રમ અને ખેલ મંત્રાલય હેઠળના નેહરૂ યુવા કેન્દ્ર દ્વારા આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત સ્વચ્છતા અભિયાન-ક્લીન ઇન્ડિયા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.

આ કાર્યક્રમમાં ધ્રોલ નગરપાલિકાના અધિકારીઓ તેમજ કામદારો જોડાયા હતા. પ્લાસ્ટિક મુક્ત ભારતના હેતુને સાર્થક કરવા કાર્યક્રમમાં પ્લાસ્ટિક વેસ્ટેજ એકઠો કરી તેનો નિકાલ કરવામાં આવ્યો હતો. આ કાર્યક્રમનું માર્ગદર્શન કરતા નહેરૂ યુવા કેન્દ્ર જામનગરના જિલ્લા યુવા અધિકારી રસ્તોગીએ જણાવ્યું હતું કે, સ્વચ્છતા ત્યાં પ્રભુતા કહેવતને સાકાર કરી આપણે પણ ઘરમાં, ગામમાં તથા શેરીમાં સ્વચ્છતા રાખીએ, ગાંધીજીના સ્વચ્છ ભારતના સ્વપ્નને સાકાર કરીએ, સ્વચ્છતા રાખવી એ સેવા સમાન છે એ વાતને મનમાં ગુંથીએ અને સ્વચ્છતાના સંકલ્પને હમેશા મનમાં રાખ્યે. આ કાર્યક્રમનું આયોજન નેહરૂ યુવા કેન્દ્રના સ્વયંસેવક પાર્થ જોશી તેમજ સંગીતા મકવાણા દ્વારા કરવામાં આવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...