જામનગરના મીગ કોલોની વિસ્તારમાંથી કોઇ તસ્કર જુદીજુદી બે સાયકલ ચોરી કરી લઇ ગયાની ફરીયાદ નોંધાઇ છે જેમાં અજ્ઞાત રીક્ષાચાલક સામે શંકા દર્શાવાઇ છે.જયારે કાલાવડમાં રહેતા એક આસામીએ ઘર પાસે પાર્ક કરેલુ બાઇક કોઇ તસ્કર ચોરી કરી લઇ ગયાનો બનાવ બહાર આવ્યો છે.
શહેરના સુમેરકલબ રોડ પર આવેલી મીગકોલોની વિસ્તારમાં રહેતા સુમિત હરીશભાઈ ગોસરાણી નામના વિદ્યાર્થીએ પોતાની રૂ. બે હજારની કિંમતની કેસરી તેમજ કાળા રંગની સાયકલ તેના ઘર પાસેથી તા. ૮ની રાત્રે ચોરી થયાની ફરીયાદ પોલીસ મથકમાં નોંધાવી છે. જે ઉપરાંત બાજુમાં જ રહેતા કૌશલભાઈ બદિયાણીની પણ સાયકલ ચોરી થયાનુ સામે આવ્યુ છે.
આ બંને સાયકલ સીએનજી રિક્ષા લઈને આવેલો એક અજાણ્યો તસ્કર ઉપાડી ગયો હોવાની આશંકા પણ ફરીયાદમાં દર્શવાઇ છે.પોલીસે ચોરીની ફરીયાદના આધારે ગુનો નોંધી તસ્કરની શોધખોળ હાથ ધરી છે. કાલાવડના કૈલાસ નગરમાં રહેતા જાડેજા બળદેવસિંહ ભોજુભા નામના આસામીએ પોતાનું બાઇક ગત તા. 6ના રોજ સાંજે ઘર પાસે પાર્ક કર્યુ હતુ જે બાઇક તા.7મીના સવાર સુધીના સમયગાળા દરમિયાન કોઇ તસ્કર ચોરી કરી લઇ ગયાની ફરીયાદ નોંધાવી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.