શિષ્ટાચાર ભંગ મામલે કાર્યવાહી:IPS-નેતાઓ સામે આક્ષેપ કરનાર PSI સસ્પેન્ડ, દેવભૂમિના ઓખા મરીનમાં ફરજ બજાવતા પીએસઆઈએ ગ્રેડ-પે અંગે પણ સવાલ ઉઠાવ્યા હતા

જામનગર19 દિવસ પહેલા
  • કૉપી લિંક

દેવભૂમિ દ્વારકા જિલ્લાના ઓખા મરીન પોલીસ મથકમાં ફરજ બજાવતા હથિયારધારી પીએસઆઇ વસાવાને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. તાજેતરમાં પ્રચાર માધ્યમો સમક્ષ ગ્રેડ પે તથા જાહેર આર્થિક પેકેજ બાબતે આઇપીએસ-નેતાઓ સામે આક્ષેપ કર્યો હોવાનો વીડિયો વહેતો થયો હતો. જે સંદર્ભે શિષ્ટાચાર ભંગ મામલે કાર્યવાહી થયાનું જાણવા મળ્યું છે.

શિષ્ટાચાર વિરુદ્ધના શબ્દોનો પ્રયોગ કરી વીડિયો વહેતો કર્યો
દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ક્યુઆરટી ઓખા મરીન પોલીસ સ્ટેશન ખાતે ફરજ બજાવતા હથિયારી પીએસઆઇ આર.આર. વસાવા દ્વારા થોડા દિવસ પૂર્વે મીડિયા સમક્ષ ગ્રેડ પે મામલે તેમજ તાજેતરમાં પોલીસને સરકાર દ્વારા જાહેર થયેલા ભથ્થા બાબતે આઇપીએસ અધિકારીઓ તેમજ નેતાઓ વિરુદ્ધ આક્ષેપો કરી સરકાર સામે માગણીઓ સાથે શિષ્ટાચાર વિરુદ્ધના શબ્દોનો પ્રયોગ કર્યો હોવાનો વીડિયો વહેતો થયાનું સામે આવ્યું હતું.

પીએસઆઇ આર.આર. વસાવાને સસ્પેન્ડ કરવાનો હુકમ
​​​​​​​
આ અંગેનો વીડિયો સોશિયલ મીડિયામાં વાઇરલ થતા આ સમગ્ર મામલે દ્વારકા જિલ્લા પોલીસવડા નિતેશ પાંડેય દ્વારા તપાસ હાથ ધરીને હથિયારી પીએસઆઇ આર.આર. વસાવાને સસ્પેન્ડ કરવાનો હુકમ કરવામાં આવ્યો છે.આ ઉપરાંત તેઓની વિરુદ્ધ ખંભાળિયા પોલીસ સ્ટેશનમાં એનસી ફરિયાદ દાખલ કરી ખંભાળિયા પોલીસ દ્વારા કાર્યવાહી હાથ ધરાઈ હતી.આ સમગ્ર પ્રકરણ દેવભૂમિ સહિત હાલારના પોલીસ બેડામાં ચર્ચાની એરણે ચડ્યું છે.

અન્ય સમાચારો પણ છે...