• Gujarati News
  • Local
  • Gujarat
  • Jamnagar
  • 'Surya Kiran' Aerobatic Team Will Perform In Jamnagar On November 11 And 12, People Will Be Able To Watch The Performance From Two Places

સૂર્યકિરણ ટીમનો એર શો:જામનગરમાં 11 અને 12 નવેમ્બરે 'સૂર્ય કિરણ' એરોબેટિક ટીમ આકાશ ગજવશે, લોકો બે સ્થળેથી પ્રદર્શન નિહાળી શકશે

જામનગરએક મહિનો પહેલા
  • કૉપી લિંક

ભારતીય વાયુસેના (IAF) ની “સૂર્ય કિરણ” એરોબેટિક ટીમ (SKAT) દ્વારા જામનગરમા આવતી 11 અને 12 નવેમ્બરના રોજ સવારે 9-30 કલાકે ડ્રાંઇવ ઈન એર શો ડિસ્પ્લે પ્રદર્શનનો કાર્યક્રમ યોજવામાં આવ્યો છે.

ભારતીય વાયુસેના (IAF) ની "સૂર્ય કિરણ" એરોબેટિક ટીમ (SKAT) દ્વારા જામનગરમાં આગામી 11 અને 12 નવેમ્બરના રોજ સવારે 9.30 કલાકે ડ્રાંઇવ ઈન એર શો ડિસ્પ્લે પ્રદર્શનનો કાર્યક્રમ યોજવામાં આવ્યો છે, કાર્યક્રમમા હોક Mk.132 એરક્રાફ્ટમાં SKAT સૂર્ય કિરણ ટીમ દ્વારા અદભૂત અને આકર્ષક કરતબો પ્રદર્શિત કરવામાં આવશે.

જામનગર શહેરના તમામ નાગરિકો માટે યોજાઈ રહેલા આ શોનું ડિસ્પ્લે નિહાળવા વાયુ સેનાની સૂર્ય કિરણ ટિમ દ્વારા 1) સ્વામિનારાયણ ફિઝિ્યોથેરાપી કોલેજ એરપોર્ટ રોડ 2) ફૂડ ઝોન આદિનાથ પાર્ક પાસેના બે સ્થળો પર પ્રેક્ષકોને આમંત્રિત કરાયા છે. શો દરમિયાન શહેરના આમંત્રિત મહાનુભાવો માટે ખૂબ જ અદભૂત સ્ટન્ટ્સ દર્શાવવામાં આવશે.

અન્ય સમાચારો પણ છે...