જામનગરના જામજોધપુર પંથકમાં સસ્તા ભાવે ડીઝલ વેચાણના ચર્ચાસ્પદ મામલામાં આખરે તંત્રએ સહકારી પંપને તાળા મારવા આદેશ કર્યો છે. હવે આ પંપ બંધ થતાં ખેડૂત સભાસદો નાણાનું શું તે પ્રશ્ન ઉઠયો છે. જ્યારે આ મુદ્દો ચર્ચાનો વિષય બન્યો છે.
જામજોધપુરના મીની બસ સ્ટેન્ડ પાસે જામજોધપુર વિવિધ કાર્યકારી સહકારી મંડળી દ્વારા પેટ્રોલ ડીઝલના વેચાણ સામે તત્કાલીન એસ્સાર કંપનીનો પંપ શરૂ કરવામાં આવ્યો હતો.આ પંપ પરથી અનઅધિકૃત રીતે સસ્તા ભાવે ડીઝલનું વેચાણ કરવામાં આવ્યું હતું. જે તે જામજોધપુર તાલુકા પેટ્રોલિયમ ડીલર્સ એસોસિયેશન અને સંબંધિત સત્તાવાળાઓ સમક્ષ વિરોધ સાથે રજૂઆત કરી હતી અને હડતાલનું શસ્ત્ર ઉગામ્યું હતું. આ પછી તપાસના અંતે લાંબા સમયના વિલંબ પછી પુરવઠા તંત્રના આદેશના પગલે એસ્સારર નયારા નો પંપ બંધ કરવામાં આવ્યો છે.
હવે આ સમગ્ર પંથકમાં એ ચર્ચા જાગી છે કે મંડળીના સંચાલકો એ અનઅધિકૃત વેપાર કર્યો હોવાથી પંપને તાળા લાગ્યા છે. તો સભાસદોએ રોકેલા નાણાંનું હવે શું થશે? બીજી તરફ મંડળીના સંચાલકો ની જવાબદાર ઠરાવી શકાય કે કેમ એવા મુદ્દા સભાસદોમાં ચર્ચાઈ રહ્યા છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.