તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

યૌન શોષણનો મામલો:જામનગર જી.જી કોવિડ હોસ્પિટલમાં મહિલા કર્મીની જાતીય સતામણી કેસમાં સુપરવાઇઝરની જામીન અરજી રદ્દ

જામનગરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • જી.જી હોસ્પિટલના HR મેનેજરે મુકેલી જામીન અરજીની સુનાવણી બાદ હુકમ થશે

જામનગરના બહુ ચર્ચિત જી.જી કોવિડ હોસ્પિટલના યૌન શોષણ મામલે ઝડપાયેલા બન્ને આરોપીઓએ રેગ્યુલર જામીન માટે અરજી કરી હતી. જોકે કોર્ટે મામલાની ગંભીરતા સમજી એક આરોપીની જામીન અરજી રદ કરી હતી. જ્યારે બીજાની જામીન અરજીની સુનાવણી પૂર્ણ થયા બાદ અદાલત હુકમ થશે.

આ કેસની વિગતો મુજબ જામનગરની જી.જી કોવિડ હોસ્પિટલની મહિલા એટેન્ડન્ટની ફરિયાદ પરથી HR મેનેજર કમ સુપરવાઇઝર લોમેશ ઉર્ફે એલ બી પ્રજાપતિ અને સુપરવાઇઝર અકબર અલીમામદ નાયકની તા.23 ના જૂનના રોજ ધરપકડ કરવામાં આવી હતી. ત્યારબાદ અદાલતમાંથી તા 28 સુધીના રિમાન્ડ મેળવવામાં આવ્યા હતા. જે બાદ બંનેને જેલ હવાલે કરવામાં આવ્યા હતા.

બન્ને આરોપીઓએ રેગ્યુલર જામીન અરજીની સુનાવણી બાદ અદાલતે સરકારી વકીલ જમનભાઈ ભંડેરીની રજૂઆતો ગ્રાહ્ય ગણીને સુપરવાઇઝર અકબર અલીની જામીન અરજી નામંજૂર કરી હતી. જ્યારે HR મેનેજરની જામીન અરજીમાં સુનાવણી હજુ બાકી છે, પૂરી થયા બાદ અદાલત દ્વારા હુકમ કરવામાં આવશે.

અન્ય સમાચારો પણ છે...