તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

રાહત:જામનગરની જી.જી.હોસ્પિટલમાં સુપર સ્પેશિયાલિસ્ટ ડોક્ટરોની નિયુક્તિ કરવામાં આવી

જામનગર2 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • મુખ્યમંત્રી યોજના હેઠળ જુદા જુદા દિવસે સેવા આપશે
 • લાંબા સમયથી સ્પેશિયાલિસ્ટ ડોક્ટરની કમી વર્તાતી હતી

જામનગરની જી.જી.હોસ્પિટલમાં લાંબા સમયથી સ્પેશિયાલિસ્ટ ડોક્ટરની કમી વર્તાતી હતી. રાજ્ય સરકારને અનેક વખત રજુઆત થઈ હતી જે બાદ હવે મુખ્યમંત્રી યોજના હેઠળ દર્દીઓને સુપર સ્પેશિયાલિસ્ટ ડોક્ટરની સેવા મળી રહે તે માટે હોસ્પિટલ દ્વારા બાળકોના આંખના નિષ્ણાંત સર્જનો તેમજ ન્યુરોસર્જન સહિતના નિષ્ણાત ડોક્ટરની નિયુક્તિ કરવામાં આવી છે.

જી.જી.હોસ્પિટલમાં નિયુક્ત થયેલા ડોક્ટરમાં ગેસ્ટ્રોએસ્ટ્રોલોજીસ્ટ ડો. વિરલ વ્યાસ દર સોમવાર, બુધવાર અને ગુરુવારે બપોરે 4થી 6માં ઓપીડી નંબર 19માં, સ્પાઇન સર્જન ડોક્ટર રોમન સંઘવી મંગળવાર અને શુક્રવારે સવારે 9થી 11 દરમિયાન ઓપીડી નંબર 10માં સારવાર આપશે.

જ્યારે પીડીયાટ્રીક હિમેટોઓન્કોલોજીસ્ટ ડોક્ટર નિશાંત ભરસડીયા દર મહિનાના પ્રથમ શુક્રવારે સવારે 9થી 11 દરમિયાન બાળકોની ઓફિસ ખાતે બાળકોના સર્જન ડોક્ટર અમિત સીતાપરા દર મહિનાના પ્રથમ શુક્રવારે સવારે 10થી 1દરમિયાન બાળકોની ઓફિસ ખાતે આંખના સ્પેશ્યાલીસ્ટ ડોકટર રુચિત મહેતા દર મંગળવારે સાંજે 4થી 6 અને ગુરુવાર અને શુક્રવાર સવારે 9થી 11 દરમિયાન ઓપીડી નંબર 27 ખાતે સારવાર આપશે.

જ્યારે કાર્ડિલોજિસ્ટિક ડો. પાશ્વ વોરા દર મહિનાના પહેલા અને ત્રીજા શુક્રવારે સવારે 10થી 1 દરમિયાન ઓપીડી નંબર 23 ખાતે નિવૃત સર્જન ડોક્ટર હર્ષદ દર ગુરૂવારે સવારે 10થી 1 દરમિયાન ઓપીડી નંબર 8 ખાતે પીડિયાટ્રી એન્ડોક્રાઇલોજિસ્ટિક ડો. હેલો ઉપાધ્યાય દર મહિને પહેલા શુક્રવારે સવારે 10 થી 1 તેમજ યુરોલોજિસ્ટ ડોક્ટર ધીરેન બૂચ દર શુક્રવારે સવારે 10 થી 1 દરમિયાન ઓપીડી નંબર 24 ખાતે પોતાની સેવા આપશે. જેનો લાભ લેવા જીતી હોસ્પિટલના અધિક્ષક ડોક્ટર દિપક તિવારીએ જણાવ્યું છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- અધ્યાત્મિક ગતિવિધિઓમાં સમય પસાર થશે. જેથી તમારી વિચારશૈલીમાં નવીનતા આવશે. અન્યની મદદ કરવાથી આત્મિક સુખ મળી શકે છે. વ્યક્તિગત કાર્ય પણ શાંતિથી ઉકેલાઇ જશે. નેગેટિવઃ- કોઇ નજીકના સંબંધી સાથે ...

  વધુ વાંચો