તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

મેઘરાજાની તોફાની ઈનિંગ:સૂપડાધાર 5 ઈંચ વરસાદથી મોટા આસોટા પાણી પાણી

જામનગર11 દિવસ પહેલા
  • કૉપી લિંક
જોડિયાના માર્ગો પર પાણી ફરી વળ્યા - Divya Bhaskar
જોડિયાના માર્ગો પર પાણી ફરી વળ્યા
  • હાલારભરમાં મેઘાડંબર વચ્ચે ચાલુ તાલુકામાં બપોર બાદ વરસાદ વરસ્યો, ખેડૂતો ખુશ
  • કલ્યાણપુરમાં ત્રણેક કલાકમાં સાડા ત્રણ ઈંચ, જોડિયામાં સવા, લાલપુરમાં પોણો અને ખંભાળિયામાં અડધો ઈંચ

હાલારમાં મેઘરાજાએ અવિરત મુકામ કરતા બુધવારે ચાર તાલુકામાં હળવો ભારે વરસાદ પડયો હતો.જેમાં કલ્યાણપુર પંથકમાં લગભગ ત્રણેક કલાકમાં જ સાડા ત્રણ ઇંચ વરસાદ ખાબકયો હતો. મોટા આસોટા પંથકમાં ધોધમાર 4થી 5 ઈંચ વરસાદ થયાનું જાણવા મળ્યું છે. જેથી નદી નાળામાં ઘોડાપુર આવ્યા હતા. રાણ ગામે રેણુકા નદીના બેઠા કોઝ વે પર પાણી ફરી વળતા બે કલાક સુધી માર્ગ બંધ રહ્યો હતો.

હાલારમાં અષાઢ માસના આરંભ સાથે મંડાયેલા મેઘરાજાએ બુધવારે પણ મુકામ કર્યો હતો.કલ્યાણપુર પંથકમાં બપોરે બે વાગ્યા મુશળધાર વરસેલા વરસાદે ચાર વાગ્યા સુધીમાં ત્રણ ઇંચ સાથે સાંજ સુધીમાં સાડા ત્રણ ઇંચ પાણી ઠાલવી દિઘુ હતુ.ગ્રામ્ય પંથકમાં સુપડાધારે વરસેલા વરસાદના કારણે અમુક સ્થળોએ ખેતરો પાણીથી તરબોળ થયા હતા, ખેતરોના પારા તૂટતા ધોવાણ થયા હતા. રાણ ગામેની રેણુકા નદીમાં ઉપરવાસના હાબરડી, જુવાનપુર, દામનગર, લિબંડી વિસ્તારમાં વરસાદ પડતાં ઘોડાપુર આવ્યા હતા.

નદી ઉપરથી પસાર થતા રાણ ગામનો મુખ્ય રસ્તો બે કલાક બંધ રહેતા અવરજવર બંધ થઈ જવા પામી હતી. મોટા આસોટા ગામે ભારે વરસાદના કારણે ગામના રસ્તાઓ પર ઘોડાપુર આવ્યા હતા અને રસ્તા નદીઓમાં ફેરવાયા હોય એવા દ્રશ્યો જોવા મળ્યા હતા. જોડીયામાં બપોરે સવા ઇંચથી વધુ પાણી વરસ્યું હતું. જેના પગલે મુખ્ય માર્ગો પાણી પાણી થયા હતા.જયારે લાલપુરમાં સાંજ સુધીમાં વધુ 22 મીમી વરસાદ નોંધાયો હતો. ખંભાળીયામાં ધીમીધારે વરસેલા વરસાદે સાંજ સુધીમાં પોણો ઇંચ પાણી વરસાવ્યુ હતુ.

અન્ય સમાચારો પણ છે...