તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
જામનગરમમાં રણજીતસાગર રોડ પર પુષ્કર સોસાયટીમાં રહેતા વૃધ્ધે ઘરે બાથરૂમમાં એસિડ પી જીવતર ટુંકાવ્યાનો બનાવ બહાર આવ્યો છે.મૃતકને એકાદ માસ પુર્વે કોરાનાની બિમારી થઇ હતી જે બાદ શ્વાસની બિમારી વળગતા શ્વાસની બિમારીથી કંટાળી જઇ આ પગલુ ભરી લીઘુ હોવાનુ પોલીસમાં જાહેર થયુ છે.
પોલીસસુત્રોમાંથી મળતી વિગત મુજબ જામનગરમાં રણજીતસાગર રોડ પર પુષ્કર સોસાયટીમાં રહેતા અને નિવૃત જીવન વ્યતિક કરતા ગોવિંદભાઇ પુનાભાઇ લિંબડ (ઉ.વ.63) નામના વૃધ્ધે ગત તા. 6ના રોજ સવારે પોતાના ઘરે બાથરૂમમાં એસિડ પી જતા તેઓને તાકિદે સારવાર અર્થે જામનગરની જી.જી.હોસ્પીટલમા઼ ખસેડાયા હતા.
જયાં સારવાર દરમિયાન તેઓનુ મૃત્યુ નિપજયુ હતુ.આ બનાવની જી.જી.હોસ્પીટલના તબીબે પોલીસે જાણ કરતા સીટી એ પોલીસની ટીમ દોડી ગઇ હતી.પ્રાથમિક પોલીસ તપાસમાં મૃતકને એકાદ માસ પુર્વે કોરાનાની બિમારી થઇ હતી જે બિમારી બાદ તેઓને શ્વાસની બિમારી વળગી હતી.જે શ્વાસની બિમારીથી કંટાળી જઇને આ પગલુ ભરી લીઘુ હોવાનુ પોલીસમાં જાહેર થયુ છે.આ બનાવની વધુ તપાસ સીટી એ પોલીસે હાથ ધરી છે.
પોઝિટિવઃ- વ્યક્તિગત તથા પારિવારિક ગતિવિધિઓમાં તમારી વ્યસ્તતા રહેશે. કોઇ પ્રિય વ્યક્તિની મદદથી તમારું અટવાયેલું કામ પણ પૂર્ણ થઇ શકે છે. બાળકોની શિક્ષા અને કરિયરને લગતા મહત્ત્વપૂર્ણ કાર્ય પણ પૂર્ણ થઇ શક...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.