આપઘાત:ધ્રાંગડામાં આર્થિક સંકડામણના કારણે યુવકનો આપઘાત

જામનગરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ધંધો બરાબર ચાલતો ન હોવાથી આર્થિક ભીસટથી ભર્યું પગલું: વિષપાન લેતા સારવારમાં દમ તોડ્યો

જામનગર તાલુકાના ધ્રાંગડા ગામે રહેતા એક યુવાને ઘરે ઝેરી દવા પી લેતા સારવારમાં તેનુ મૃત્યુ નિપજયુ હતુ.મૃતકે ધંધો બરાબર ચાલતો ન હોવાથી આર્થિક ભીંસમાં સપડાતા આ પગલુ ભરી લીઘુ હોવાનુ જાહેર થયુ છે. જ્યારે અન્ય એક બનાવમાં જામનગરમાં બીમારીથી પીડાતા યુવાનની તબીયત લથડતા સારવાર અર્થે હોસ્પિટલ લઈ જવાતા તબીબે મૃત ઘોષિત કર્યાનો બનાવ જાહેર થયો છે.

પોલીસસુત્રોમાંથી મળતી વિગત અનુસાર જામનગર તાલુકાના ધ્રાંગડા ગામે રહેતા પીયુષભાઇ શાંતિલાલ ગડારા (ઉ.વ. 32) નામના યુવાને પોતાના ઘરે ગત તા.15ના રોજ ઝેરી દવા પી લેતા તેને સારવાર અર્થે જામનગરની જી.જી. હોસ્પીટલમાં ખસેડાયા હતા. જયાં સારવારમાં તેનુ મૃત્યુ નિપજયુ હતુ.આ બનાવની મૃતકના ભાઇ ગૌતમભાઇ શાંતિલાલ ગડારાએ જાણ કરતા પંચકોશી એ ડીવીઝન પોલીસની ટીમ દોડી ગઇ હતી.પોલીસે મૃતદેહનો કબજો સંભાળી પોષ્ટમોર્ટમ અર્થે ખસેડયો હતો.

મૃતકના પરીજનનુ પોલીસે નિવેદન નોંધ્યુ હતુ જેમાં મૃતકનો ધંધો બરાબર ચાલતો ન હોવાથી આર્થિક ભીંસટમાં આવી જતા આ પગલુ ભરી લીઘુ હોવાનુ જાહેર થયુ છે. આ બનાવના પગલે મૃતકના પરીવારમાં ઘેરો શોક છવાયો છે.જયારે નાના એવા ગામમાં પણ અરેરાટી વ્યાપી જવા પામી છે. જયારે અન્ય એક બનાવમાં જામનગરમાં હર્ષદ મીલની ચાલી પાછળ પટેલ નગર-3માં રહેતા ઇશ્વરભાઇ બીજલભાઇ (ઉ.વ. 39) નામના યુવાનને પાંચેક વર્ષથી કેન્સરની બિમારી હોય,જેની તબીયત લથડતા તેઓને સારવાર માટે જી.જી. હોસ્પીટલમાં લઇ જવાતા ફરજ પરના તબીબે મૃત ઘોષિત કર્યાનુ જાહેર થયુ છે.

અન્ય સમાચારો પણ છે...