અરેરાટી:માણેકપરમાં આર્થિક સંકડામણથી કંટાળી શ્રમિક યુવાનનો આપઘાત

જામનગર15 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • મૂળ મધ્યપ્રદેશના વતની પરપ્રાંતિય યુવકે કૂવામાં પડતું મૂકી ભર્યું પગલું
  • છૂટક મજૂરી કામ ન મળતાં યુવાને જીવાદોરી ટૂંકાવ્યાની પોલીસમાં જાહેરાત

ધ્રોલ તાલુકાના માણેકપર ગામે ખેતમજુરી કરતાં મધ્યપ્રદેશના એક શ્રમિક યુવાને આર્થિક સંકડામણથી કુવામાં ઝંપલાવી જીવતરનો અંત આણ્યો છે. આ બનાવની જામનગર ફાયરબ્રિગેડ શાખાનેને જાણ કરવામાં આવતા એક ટીમે તુરંત જ માણેકપર પહોંચી ગઈ હતી અને ભારે જહેમત બાદ કૂવામાંથી મૃત્તદેહ બહાર કાઢ્યો હતો. આ બનાવને પગલે શ્રમિક પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું છે. જ્યારે પંથકમાં પણ અરેરાટી ફેલાઈ જવા પામી છે.

આ બનાવની જાણવા મળતી વિગત અનુસાર ધ્રોલ તાલુકાના માણેકપર ગામે મંગળવારેે રાત્રે આઠેક વાગ્યાના સુમારે કાલિયાભાઇ કેન્દુભાઇ ચૌહાણ (ઉ.વ.32) નામના ભંડારિયા ગામે રહેતાં અને ખેતમજુરી કરતાં મૂળ મધ્યપ્રદેશના અલીરાજપુર જિલ્લાના યુવાને કૂવામાં ઝંપલાવી જીવાદોરી ટૂંકાવી લીધી હતી.

આ બનાવની મૃત્તકના પત્નીએ જાણ કરતાં જામનગર ફાયરની ટીમ મોડી રાત્રે માણેકપર ગામ પહોંચી હતી. જ્યાં જામનગર ફાયર શાખાની ટીમના કર્મચારીઓએ ભારે જહેમત બાદ કુવામાંથી મૃત્તદેહને બહાર કાઢયો હતો. સાથોસાથ બનાવ મામલે ધ્રોલ પોલીસને જાણ કરવામાં આવી હતી.

આ બનાવ અંગે ધ્રોલ પોલીસના કે.ડી.કામરિયા સહિતના સ્ટાફે આગળની કાર્યવાહી હાથ ધરી હતી. મૃત્તકના પત્ની કુંદીબેનના નિવેદન મુજબ છેલ્લા ઘણા સમયથી મૃત્તક આર્થિક સંકડામણ અનુભવી રહ્યાં હતાં. પરિવાર મોટો હોવાથી કોઇ છૂટક કામધંધો મળતો ન હોવાથી પરિવારનું ભરણપોષણ મુશ્કેલ બનતા તેઓએ આ પગલું ભરી લીધું હતું.

આ બનાવના પગલે પોલીસે મૃતકના પરિજનનું પ્રાથમિક નિવેદન નોંધી તપાસ આગળ ધપાવી છે. બીજી બાજુ મધ્યપ્રદેશના મૂળ વતની એવા શ્રમિક યુવાનના આત્મઘાતી પગલાના કારણે તેના પરિવારમાં ઘેરો શોક છવાઈ ગયો છે. જ્યારે ધ્રોલ પંથકમાં પણ અરેરાટી વ્યાપી જવા પામી છે.

અન્ય સમાચારો પણ છે...