તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

આપઘાત:વીરપુરમાં માથાના દુ:ખાવાથી કંટાળી યુવતીનો આપઘાત

જામનગર23 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • 5 દિવસથી તાવ આવતો હોય, ઘરે ગળાફાંસો ખાઈ લીધો

જામજોધપુર તાલુકાના વીરપુર ગામે રહેતી યુવતીને માથાનો દુ:ખાવો હોય તેમજ જૂની બીમારી હોય કંટાળીને પોતાના ઘરે ગળાફાંસો ખાઈ આપઘાત કરી લેતાં પોલીસે તપાસ હાથ ધરી છે. પોલીસ સૂત્રોમાંથી મળતી વિગત મુજબ જામજોધપુરના વીરપુરમાં રહેતી અને ખેતીકામ કરતી સરોજબેન અરજણભાઈ ખરા (ઉ.વ.18) નામની યુવતીને છેલ્લા પાંચેક વર્ષથી માથામાં ગાંઠ હોય અને જૂનો દુ:ખાવો હોય, ઉપરાંત છેલ્લા 5 દિવસથી તાવ આવતો હોય તેણી કંટાળીને ગળાફાંસો ખાઈ આપઘાત કરી લેતા શેઠવડાળા પોલીસે અકસ્માતે મૃત્યુની નોંધ કરી તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...