અરેરાટી:પત્ની રીસામણેથી પરત ન આવતા યુવાનનો આપઘાત

જામનગર/ખંભાળિયા10 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ભાણવડના વેરાડ પંથકનો બનાવ

ભાણવડના વેરાડ પંથકમાં રહેતા એક યુવાને ગળાફાંસો ખાઇ જીવન ટુંકાવી લીઘુ હતુ.મૃતકના પત્ની સાતેક માસથી રીસામણે જતા રહયા હોય જેને તેડવા અવાર નવાર પ્રયત્ન કર્યા છતા પરત ન આવતા ચિંતામાં યુવાને આ પગલુ ભરી લીધુ હોવાનુ જાહેર થયુ છે.

પોલીસસુત્રોમાંથી મળતી વિગત અનુસાર દેવભૂમિ દ્વારકા જિલ્લાના ભાણવડ તાલુકાના વેરાડ ગામમાં રહેતા રમેશભાઈ કરશનભાઈ વાઘેલા (ઉ.વ. 35) નામના યુવાને પોતાના ઘરે ગળાફાંસો ખાઈ જીવતર ટુંકાવી લીઘુ હતુ.આ બનાવની મૃતકના પિતા કરશનભાઇ કેશાભાઇ વાઘેલાએ જાણ કરતા ભાણવડ પોલીસની ટીમ દોડી ગઇ હતી અને મૃતકના પરીજનનુ નિવેદન નોંધ્યુ હતુ. જે પોલીસ સમક્ષ આપેલા નિવેદનમાં જણાવ્યાનુસાર મૃતકના પત્ની છેલ્લા સાતેક માસથી માવતરે રીસામણે જતા રહયા હતા.તેઓને તેડવા મૃતકએ અવાર નવાર પ્રયત્નો કર્યા છતા પણ તેઓ પરત આવ્યા ન હોય જે ચિંતામાં મૃતક યુવાને આ પગલુ ભરી લીઘુ હોવાનુ જાહેર થયુ છે.

અન્ય સમાચારો પણ છે...