તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

અરેરાટી:જામનગરના બાલાજી પાર્કમાં અકળ કારણોસર ફાંસો ખાઇ યુવકનો આપઘાત

જામનગર19 દિવસ પહેલા
 • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર. - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર.
 • ડિફેન્સ કોલોની વિસ્તારમાં રહેતા કલરકામ કરતા યુવાને ભર્યુ પગલું
 • કાલાવડના ભાવાભી ખિજડીયામાં સર્પદશંથી ખેડુત વૃદ્ધનું પ્રાણ પંખેરૂ ઉડી ગયું

જામનગરના ડીફેન્સ કોલોની પાસેના બાલાજી પાર્ક-3 વિસ્તારમાં રહેતા અને કલરકામ કરતા યુવાને કોઇ અગમ્ય કારણોસર ઘરે રાત્રે ગળાફાંસો ખાઇ જીવાદોરી ટુંકાવી લીઘી હોવાનો બનાવ સામે આવ્યો છે.જામનગરની ડિફેન્સ કોલોની નજીક બાલાજી પાર્ક-3 પાસે નંદનવન સોસાયટીમાં રહેતા અને કલરકામ કરતા અજયભાઇ ઇશ્વરભાઇ રાઠોડ (ઉ.વ. 45) નામના યુવાને શુક્રવારે મોડી રાત્રે પોતાના ઘરે કોઇ અગમ્ય કારણોસર ગળાફાંસો ખાઇ જીવાદોરી ટુંકાવી લીઘી હતુ.બનાવની ભાવનાબેન અજયભાઇ રાઠોડએ જાણ કરતા સીટી સી પોલીસની ટીમ દોડી ગઇ હતી. અને મૃતદેહનો કબજો સંભાળી પોષ્ટમોર્ટમ અર્થે ખસેડી વધુ તપાસ હાથ ધરી છે.

કાલાવડ તાલુકાના ભાવાભી ખીજડીયામાં રહેતા અને ખેતીકામ કરતા વનરાજસિંહ વખતસિંહ જાડેજા (ઉ.વ. 60) નામના વૃધ્ધ ગત તા.5ના રોજ સાંજે પોતાની દાદરના પાટીયા પાસે આવેલી વાડીમાં હતા ત્યારે તેને પગમાં સાપ કરડી જતા તેનુ મૃત્યુ નિપજયુ હતુ.આ બનાવની લગધીરસિંહ જાડેજાએ જાણ કરતા કાલાવડ ગ્રામ્ય પોલીસની ટીમ દોડી ગઇ હતી અને આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે ગ્રહ ગોચર તથા પરિસ્થિતિઓ તમારા લાભનો માર્ગ રમી રહી છે. માત્ર વધારે મહેનત અને એકાગ્રતાની જરૂરિયાત છે. તમે તમારી યોગ્યતા અને આવડતના બળે ઘર તથા સમાજમાં યોગ્ય સ્થાન પ્રાપ્ત કરી શકશો. નેગે...

  વધુ વાંચો