તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

આપઘાત:શહેરમાં અગાશી પરથી પડતું મૂકી યુવકનો આપઘાત

જામનગર7 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • ભરતપુરમાં પાણી વાળવા ગયેલા યુવકે ઝેર પીધુ

જામનગરમાં ગોકુલનગર જકાતનાકા પાસે એપાર્ટમેન્ટમાં રહેતા યુવાને કોઇ અકળ કારણોસર ફલેટની અગાશી પરથી પડતુ મુકી જીવાદોરી ટુંકાવી લીઘી હોવાનો બનાવ બહાર આવ્યો છે.જયારે ભરતપુર સીમમાં રાત્રે વાડીએ પાણી વાળવા ગયેલા યુવકે કોઇ કારણોસર ઝેરી દવા પી જતા મૃત્યુ થયાનુ જાહેર થયુ છે.

પોલીસસુત્રોમાંથી મળતી વિગત મુજબ જામનગરમાં ગોકુલનગર જકાતનાકા પાસે ગુંજનવાટીકા એપાર્ટમેન્ટના ફલેટમાં રહેતા મીલનભાઇ મનસુખભાઇ સુખાનંદી (ઉ.વ. 37) નામના યુવકે શુક્રવારે મોડી રાત્રે કોઇપણ અગમ્ય કારણોસર ફલેટની અગાશી પરથી પડતુ મુકી જીવાદોરી ટુંકાવી લીઘી હતી.આ બનાવની મૃતક યુવકના પત્ની જાગૃતિબેન મીલનભાઇ સુખાનંદીએ જાણ કરતા સીટી સી પોલીસની ટીમ દોડી ગઇ હતી.પોલીસે મૃતદેહનો કબજો સંભાળી પોષ્ટમોર્ટમ અર્થે ખસેડી તેના પરીજનનુ નિવેદન નોંધવા તજવિજ સાથે વધુ તપાસ હાથ ધરી છે.

જયારે જામનગર નજીક ભરતપુર ગામે રહેતો સંજયભાઇ હકુભાઇ સાદીયા (ઉ.વ. 21) નામનો યુવાન રાત્રે લાઇટ આવતા વાડીએ તલના વાવેતરમાં પાણી વાળવા માટે ગયો હતો.જે સવારે પરત ન આવતા પરીવારજનોએ તપાસ કરતા ખાટલામાં બેશુધ્ધ હાલતમાં મળી આવ્યો હતો જેનુ મૃત્યુ નિપજયાનુ જાહેર થયુ હતુ.મૃતકે રાત્રે કોઇ કારણોસર ઝેરી દવા પી લેતા બનાવ બન્યો હોવાનુ જાહેર થયુ છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમે તમારા કામને નવું સ્વરૂપ આપવા માટે વધારે રચનાત્મક રીત અપનાવશો. આ સમયે શારીરિ રૂપથી પણ તમે પોતાને સ્વસ્થ અનુભવ કરશો. તમારા પ્રિયજનોની મુશ્કેલ સમયમાં તેમની મદદ કરવી તમને સુખ આપશે. નેગેટિ...

  વધુ વાંચો