તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

આપઘાત:ભાવિ ભરથાર સાથે ફોનમાં ઝઘડો થતાં શ્રમિક યુવતીનો આપઘાત

જામનગર2 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • ધ્રોલની ભાગોળે ખારવા ગામના સીમ વિસ્તારમાં ઘટેલી ઘટના
 • માઠુ લાગી આવતા વાડીએ ઝેરી દવા પી જતા સારવારમાં દમ તોડ્યો

ધ્રોલના ખારવા સીમમાં રહેતી અને ખેત મજુરી કરતી પરપ્રાંતિય યુવતિએ ઝેરી દવા પી જતા ઉલટી ઉબકા આવતા હોસ્પીટલમાં સારવારમાં તેનુ મૃત્યુ થયુ હતુ. મૃતકને સગપણ બાદ ફોનમાં ભાવિ ભરથાર સાથે વાત વેળા ઝઘડો થતા માઠુ લાગી આવતા પગલુ ભરી લીઘુ હોવાનુ જાહેર થયુ છે. ધ્રોલ નજીક ખારવા ગામની સીમમા રહેતી અને ખેતમજુરી કામ કરતી મુળ મધ્યપ્રદેશના બડવાની પંથકના વતની પિન્કીબેન મહેશભાઇ રાણે(ઉ.વ.19) નામની યુવતિએ ગત તા.23ના ઝેરી દવા પી જતા ઉલટી ઉબકા આવતા તાકિદે સારવાર માટે હોસ્પીટલમાં ખસેડાઇ હતી. જયાં સારવારમાં તેનુ મૃત્યુ નિપજયુ હતુ.આ બનાવની મૃતકના માતા ગાયત્રીબેન રાણેએ જાણ કરતા ધ્રોલ પોલીસની ટીમ દોડી ગઇ હતી.

પોલીસે મૃતદેહનો કબજો સંભાળી પોષ્ટમોર્ટમ કરાવ્યુ હતુ. મૃતક યુવતિનુ થોડા સમય પુર્વે સગપણ થયુ હતુ અને ત્યારબાદ બનાવના બે દિવસ પુર્વે ફોનમાં ભાવિ ભરથાર સાથે વાતચિત વેળા ઝઘડો થયો હતો જે બાબતનુ માઠુ લાગી આવતા તેણીએ આ પગલુ ભરી લીઘુ હોવાનુ પોલીસમાં જાહેર થયુ છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ અનુકૂળ રહેશે. સન્માનજનક સ્થિતિઓ બનશે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમસ્યાનું સમાધાન મળવાથી ઉત્સાહમાં વધારો થશે. તમે તમારી કોઇ નબળાઇ ઉપર પણ વિજય પ્રાપ્ત કરવામાં સક્ષમ રહે...

  વધુ વાંચો