આત્મહત્યા:શાળાએ નિયમિત જવા પિતાએ ઠપકો આપતા છાત્રાનો આપઘાત

જામનગર12 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • કાલાવડના પ્રભુજી પીપળિયા ગામનો બનાવ

કાલાવડ તાલુકાના પ્રભુજી પીપળિયા ગામે 18 વર્ષિય વિદ્યાર્થીનીએ ગળાફાંસો ખાઇ આપઘાત કરી લીધો છે. અભ્યાસમાં અનિયમિયત પુત્રીને પિતાએ ઠપકો આપતા તેણીએ આ પગલું ભરી લીધું હોવાનું પોલીસમાં જાહેર થયું છે.

જામનગર જિલ્લાના કાલાવડ તાલુકાના પ્રભુજી પીપળિયા ગામેથી આપઘાતનો વધુ એક બનાવ સામે આવ્યો છે. જેની વિગત મુજબ કાલાવડ તાલુકા મથકથી સાત કિલોમીટર દૂર આવેલા પ્રભુજી પીપળિયા ગામે રહેતાં રામજીભાઇ મૂળાભાઇ વઘેરાની 18 વર્ષિય પુત્રી આશાબેને બુધવારે સાંજે 5 વાગ્યા પહેલાં પોતાના રહેણાંક મકાને ઘરમાં પંખા સાથે દોરડું બાંધી ગળાફાંસો ખાઇ લઇ જીવતરનો અંત આણ્યો હતો.

આ બનાવ અંગે મૃત્તકના પિતાએ જાણ કરતાં કાલાવડ પોલીસ દફતરનો સ્ટાફ ઘટનાસ્થળે પહોંચ્યો હતો અને મૃત્તકનો કબ્જો સંભાળ્યો હતો. મૃત્તકના પિતા પોલીસમાં આપેલા નિવેદન મુજબ સ્કૂલે નિયમિત અભ્યાસ કરવા જવા બાબતે તેણીને ઠપકો આપતા આ પગલું ભરી લીધું હતું. પોલીસે આ બનાવ અંગે અકસ્માતે મૃત્યુની નોંધ કરી તપાસ શરૂ કરી છે.

અન્ય સમાચારો પણ છે...