આપઘાત:હડિયાણામાં બિમારીથી કંટાળી મહિલાનો આપઘાત

જામનગરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ઘઉંમાં નાખવાના ઝેરી ટીકડા ખાઈ જીવ ટુંકાવી લીધું

જોડિયા તાલુકાના હડિયાણા ગામની મહિલાએ જુદી-જુદી બિમારીથી કંટાળી ઝેરી ટીકડા ખાઇ આપઘાતનો પ્રયાસ કર્યો હતો. ત્યારબાદ હોસ્પિટલ ખસેડાયેલી મહિલાનું સારવાર દરમિયાન મૃત્યુ નિપજ્યું હતું. પ્રાપ્ત વિગત મુજબ જામનગર તાલુકાના જોડિયા તાલુકાના હડિયાણા ગામે રહેતી ગીતાબેન કિશોરભાઇ નકુમ (ઉ.વ.39) નામની મહિલાએ ગઇકાલે સવારે 11 વાગ્યા આસપાસ પોતાના ઘરે ઘઉંમાં નાખવાના ઝેરી ટીકડા ખાઇ આપઘાત કરવાનો પ્રયાસ કર્યો હતો. દરમિયાન પરિવારજનોએ તેણીને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડી હતી. જ્યાં ટૂંકી સારવાર બાદ તેણીનું મૃત્યુ નિપજ્યું હતું.

આ બનાવ અંગે તેણીના પતિ કિશોરભાઇ નકુમે જાણ કરતાં જોડિયા પોલીસે હોસ્પિટલ પહોંચી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. મૃત્તક તેણીના પતિના નિવેદન મુજબ છેલ્લા ત્રણ વર્ષથી તેણી બીપી તથા થાઇરોઇડની બિમારીથી પીડાતી હતી. અનેક ઉપચાર કરવા છતાં બિમારીનું નિરાકરણ ન થતાં તેણીએ કંટાળી આ પગલું ભરી લીધું હતું.

અન્ય સમાચારો પણ છે...