તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

આપઘાત:હાપામાં ગરબી માટે જગ્યા ન મુકતા આધેડનો આપઘાત

જામનગર24 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • પુત્રએ 2 સામે નોંધાવી પોલીસ ફરિયાદ

જામનગર નજીક હાપા ગામે સમાધાન થયા મુજબ ગરબીની જગ્યા ન મુકતા આધેડે ઝેરી દવા પીને આપધાત કરી લેતા તેના પુત્રએ તેના પિતાને મરી જવા મજબુર કરવા અંગે બે શખસો સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે.

જામનગર નજીક આવેલા હાપા ગામમાં ખોડીયાર ગરબી ચોક તરીકે ઓળખાતા વિસ્તારમાં અગાઉ થયેલા સમાધાન મુજબ 4 ફુટની જગ્યા મુકવામાં આવી ન હતી. જે અંગે હરીભાઇ છૈયાને ગરબી પ્રત્યે ખુબ જ લાગણી હોય તેમણે આ અંગે ભના રાણા લોખીયા અને વનરાજ જેઠા લોખીયાને જગ્યા અંગે કહયું હતું તો તેમણે હડધૂત કરી લાગણી દુભાવી જગ્યા નથી મુકવી અને થાય તે કરી લેજો તેમ કહેતા હરીભાઇને લાગી આવતા તેમણે ઝેરી દવા પીને આપઘાત કરી લીધો હતો.

જે અંગે તેના પુત્ર વિનોદે પોતાના પિતાને મરી જવા મજબુર કરવા અંગે ભના અને વનરાજ સામે પોલીસમાં ગુનો દાખલ કરાવામાં આવ્યો છે.

અન્ય સમાચારો પણ છે...