આપઘાત:જામનગરમાં માવતરે જવાના પ્રશ્ને માઠુ લાગતા પરિણીતાનો આપઘાત

જામનગરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • પિતાને ઘરે જવું હોય, પતિએ થોડા દિવસ પછી જશું એમ કહેતા ભર્યું પગલું

જામનગરના જુના રેલ્વે સ્ટેશન વિસ્તારમાં રહેતી એક પરિણિતાએ એસિડ પી લેતા સારવારમાં તેનુ મૃત્યુ નિપજયુ હતુ. શહેરના જુના રેલ્વે સ્ટેશન પાસે અંબર ચોકડી નજીક ગેરેજ પાછળ રહેતા રૂખસાર બેગમ મહમદકાસીમ અંસારી (ઉ.વ. 27) નામની પરિણીતાએ ગત તા. 16ના મોડી રાત્રે ઘરે એસિડ પી લેતા તેને સારવાર માટે જી.જી. હોસ્પીટલમાં ખસેડાઇ હતી.જયાં ટુંકી સારવારમાં તેનુ મૃત્યુ નિપજયુ હતુ.આ બનાવની મહમદકાસીમ અંસારીએ જાણ કરતા સીટી બી પોલીસની ટીમ દોડી ગઇ હતી અને મૃતદેહનો કબજો સંભાળી પોષ્ટમોર્ટમ અર્થે ખસેડયો હતો.

પોલીસે મૃતકને તેમના પિતાના ઘરે જવુ હોય,તેના પતિએ થોડા દિવસ પછી જાશુ એમ કહેતા મનમાં લાગી આવતા આ પગલુ ભરી લીઘુ હોવાનુ પોલીસમાં જાહેર થયુ છે.આ બનાવની વધુ તપાસ પીએસઆઇ એ.સી.નંદાએ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...