તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કરૂણ અંત:દ્વારકામાં એક જ કુટુંબના પ્રેમીયુગલનો આપઘાત

જામનગર24 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • લગ્નગ્રંથિથી જોડાઇ ન શકતા પગલું ભર્યું
  • મકનપુરના પાટિયા પાસે ટ્રેન હેઠળ ઝંપલાવતાં મોત

દ્વારકા પંથકમાં એક જ જ્ઞાતિન પ્રેમી યુગલે લગ્નગ્રંથિથી ન જોડાઇ શકતા મકનપુર પાટીયા નજીક ટ્રેન હેઠળ ઝંપલાવી આપઘાત કરી લેતા ભારે ચકચાર જાગી છે. બનાવના પગલે રેલ્વે તથા સ્થાનિક પોલીસ ઘટના સ્થળે દોડી ગઇ હતી અને પ્રેમી યુગલના મૃતદેહોને પી.એમ. અર્થે દ્વારકા હોસ્પિટલમાં ખસેડયા હતાં.

પોલીસમાંથી મળતી વિગત અનુસાર દ્વારકા તાલુકાના ટીવી સ્ટેશન વિસ્તારમાં રહેતા ધર્મેશભા નાયાણી (ઉ.વ.21) અને શિવરાજપુર ગામે રહેતા સંતુબેન નાયાણી (ઉ.વ.19)એ રવિવારે સવારે 9 વાગ્યા આસપાસ દ્વારકા તાલુકાના મકનપુર ગામના પાટિયા પાસે ઓખા-હાવડા એક્સપ્રેસ ટ્રેન નીચે ઝંપલાવી જીદંગી ટૂંકાવી હતી. યુવક અને યુવતી બન્ને એક જ કુટુંબના હોય જેના કારણે લગ્નગ્રંથિથી જોડાઈ ન શકતા મોતને વ્હાલું કર્યાનું જાણવા મળ્યું છે. પોલીસે બન્ને મૃતકોની ઓળખ વિધિ કરી આપઘાતનું ચોક્કસ કારણ શોધવા માટે મૃતકોના પરિવારનું નિવેદન નોંધી આગળની તપાસ હાથ ધરી છે. બનાવના કારણે દ્વારકા પંથકમાં શોકની લાગણી ફેલાઇ છે.

એક જ કુટુંબના હોવાથી પરિવારજનો બંને પ્રેમીઓને એક થવા નહીં દે તેવા ડરથી મકનપુરના પાટિયા નજીક ટ્રેન હેઠળ ઝંપલાવી આપઘાત કરી લીધો હતો.

અન્ય સમાચારો પણ છે...