આપઘાત:પરડવામાં આર્થિક ભીંસમાં પરપ્રાંતિય યુવકનો આપઘાત

જામનગર14 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • એમપીના શ્રમિકે ઘરનું પુરૂ ન થઈ શકતા આત્મઘાતી પગલું ભર્યંુ

જામજોધપુર પંથકના પરડવા સીમમાં રહેતા અને મજુરીકામ કરતા મુળ મધ્યપ્રદેશના વતની શ્રમિક યુવાને ગળાફાંસો ખાઇ આપઘાત કર્યાનો બનાવ બહાર આવ્યો છે.મૃતકે આર્થિક પરિસ્થિતિ નબળી હોય અનજે ઘરનુ પુરુ થઇ ન શકતુ હોવાથી આ પગલુ ભરી લીઘુ હોવાનુ જાહેર થયુ છે.

પોલીસસુત્રોમાંથી મળતી વિગત અનુસાર જામજોધપુર તાલુકાના પરડવા નજીક અમરાપર વાડી વિસ્તારમાં રહેતા અને મજુરી કામ કરતા મુળ મધ્યપ્રદેશના જાંબવા જિલ્લાના ખેળા ગામના વતની દિવાનભાઇ થાવરીયા મેળા (ઉ.વ. 26) નામના યુવાને ગત તા.2 ના રોજ સરકારી ખરાબામાં બાવળના ઝાડ સાથે ગળાફાંસો ખાઇ આપઘાત કરી લીઘો હતો.આ બનાવની મૃતકના પત્ની રેખાબેન દિવાનભાઇ મેળાએ જાણ કરતા જામજોધપુર પોલીસની ટીમ દોડી ગઇ હતી.

પોલીસે મૃતદેહનો કબજો સંભાળી પોષ્ટમોર્ટમ અર્થે ખસેડયો હતો. જયારે મૃતકના પરીજનનુ નિવેદન લીઘુ હતુ જેમાં મૃતક છુટક મજુરીકામ કરતો હતો.આર્થિક પરિસ્થિતિ નબળી હોય અને ઘરનુ પુરૂ થઇ શકતુ ન હોય જે બાબતથી આ પગલુ ભરી લીઘુ હોવાનુ જાહેર થયુ છે.આ બનાવના પગલે શ્રમિક પરીવારમાં ઘેરો શોક છવાયો છે.

અન્ય સમાચારો પણ છે...