તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

આત્મહત્યા:ખંભાળિયામાં શિક્ષકનો ગળાફાંસો ખાઈ આપઘાત

ખંભાળિયા15 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર

ખંભાળિયામાં મધુરમ સોસાયટી ખાતે રહેતા હરદાસભાઈ હીરાભાઈ મુસાર (ઉ.વ.29)નામના યુવા શિક્ષકે શનિવારે વહેલી સવારે ઘરે ગળે ફાંસો ખાઈ લીઘો હતો. આ અંગે જાણ કરાતા પોલીસે ઘટના સ્થળે દોડી જઇ મૃતદેહનો કબ્જો સંભાળી પીએમ કરાવ્યુ હતુ.કોઇ અકળ કારણોસર પગલુ ભર્યાનુ પ્રાથમિક તબકકે સામે આવતા પોલીસે તપાસ હાથ ધરી છે.

પ્રાથમિક પોલીસ તપાસમાં બહાર આવ્યા અનુસાર મૃતક યુવક સરકારી શિક્ષકપદે માંણાવદર ખાતે ફરજ બજાવી રહ્યો હતો, મૃતકની પત્ની ખંભાળીયા સરકારી હોસ્પિટલ ખાતે નર્સીગ સ્ટાફમાં ફરજ બજાવતા હોવાનું જાણવા મળ્યુ છે.

જોકે,આ આર્થિક રીતે સધ્ધર, સંપન્ન પરિવારના શિક્ષિત યુવાને કોઈપણ કારણોસર આત્મહત્યા કરી લેતા ભારે સસ્પેન્સ સર્જાયું છે. આર્થિક સંપન્ન અને સુશિક્ષત યુવાને કયાં કારણોસર આવુ પગલું ભર્યું તે પોલીસ માટે મહત્વ અને તપાસનો વિષય બની ગયો છે.

અન્ય સમાચારો પણ છે...