અનુરોધ:ચુંટણીમાં વધુ મતદાનની સાથે કાયદો વ્યવસ્થાની સ્થિતિ જાળવવા સૂચન

જામનગર3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ઓબ્ઝર્વરો દ્વારા જિલ્લાની ચૂંટણી લક્ષી કામગીરીની સર્વગ્રાહણી સમીક્ષા કરાઇ

જામનગર જિલ્લામાં વિધાનસભા સામાન્ય ચૂંટણીના વધુ મતદાનની સાથે કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જાળવવા ઓબ્ઝર્વરોએ સૂચન કરી સર્વગ્રાહી સમીક્ષા કરી હતી. જેમાં તેઓએ મતદારોની પ્રોફાઇલ, ઇવીએમ તથા વીવીપેટ મશીન સહિતની માહિતી મેળવી હતી.જામનગર 76 કાલાવડ તથા 77 જામનગર ગ્રામ્ય વિધાનસભા બેઠક માટે વૈદ્યનાથ યાદવ, 78 (ઉત્તર) તથા 79 (દક્ષિણ) વિધાનસભા બેઠક પર ધીરજકુમાર, 80 જામજોધપુર બેઠક માટે રાય મહિમાપત રે ની જનરલ ઓબ્ઝર્વર તરીકે તેમજ કેતન પાટીલની સમગ્ર જિલ્લા માટે પોલીસ ઓબ્ઝર્વર તરીકે નિમણૂક કરાઇ છે.

ઓબ્ઝર્વરો દ્વારા જિલ્લા સેવા સદનના સભાખંડ ખાતે ચૂંટણી લક્ષી કામગીરી અંગેની સર્વગ્રાહી સમીક્ષા બેઠકનું આયોજન કરાયું હતું. જેમાં તેઓએ વિધાનસભા બેઠક વાર મતદારોની પ્રોફાઈલ, પોલિંગ સ્ટેશનની વિગતો, જિલ્લામાં કાર્યરત ચેક પોસ્ટ, ઇ.વી.એમ તથા વિવીપેટની થયેલ ફાળવણી, ઇવીએમ સ્ટોરેજની વ્યવસ્થા, ઇવીએમ રૂટ તથા ઇવીએમ સંબંધીત સુરક્ષા વ્યવસ્થા, મતદાન મથકો ખાતે પોલીસ સ્ટાફની ફાળવણી, ચૂંટણી સ્ટાફની તાલીમ, ચૂંટણી અંગે વાહનોની ફાળવણી, સ્ટ્રોગ રૂમ વ્યવસ્થા, મતદાન જાગૃતિ કાર્યક્રમો તથા કાયદો વ્યવસ્થાની સ્થિતિ વગેરે બાબતોની સમીક્ષા કરી હતી.

બેઠકમાંઓબ્ઝર્વર સુધીરકુમારે જણાવ્યું હતું કે સમગ્ર ચૂંટણી પ્રક્રિયા શાંતિપૂર્ણ તથા ભયમુક્ત વાતાવરણમાં યોજાય તે માટે જિલ્લામાં કાયદો વ્યવસ્થા સુદ્રઢ હોવી જરૂરી છે. ગત ચૂંટણીમાં ઓછું મતદાન થયું હોય તેવા સ્થળોએ મતદાન જાગૃતિ કાર્યક્રમો કરી વધુમાં વધુ મતદાન થાય તે દિશામાં કામગીરી કરવા અનુરોધ કર્યો હતો.

અન્ય સમાચારો પણ છે...