મીટીંગ:બેંકના માધ્યમથી ખેડૂત ભાઇઓને વધુમાં વધુ લાભ પહોંચે તેવા નિર્ણય લેવા કૃષિમંત્રીનું સૂચન

જામનગર13 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ધી જામનગર ડિસ્ટ્રીક્ટ કો-ઓપરેટિવ બેંકની એકઝીક્યુટિવ મીટીંગ મંત્રીની હાજરીમાં મળી
  • પારદર્શકતા ન દાખવતા સભ્યોને જરૂરી કાર્યવાહી કરી દૂર કરવાની તાકીદ કરાઈ: જવાબદારી નક્કી કરો

કૃષિ મંત્રી રાઘવજીભાઈ પટેલના અધ્યક્ષ સ્થાને જામનગર ડિસ્ટ્રીક્ટ કો-ઓપરેટિવ બેંકની એકઝીક્યુટિવ મીટીંગ સહકાર ભવન, રણજીત રોડ જામનગર ખાતે મળી હતી.બેઠકમાં બોર્ડ ઓફ ડિરેક્ટર્સના સભ્યોએ વિજિલન્સ સેલમાં અધિકારીઓની નિમણુંક કરવી, સી.સી. ટી.વી. કેમેરાના વાર્ષિક સર્વિસ કોન્ટ્રાકટ, ખર્ચના બીલો મંજુર કરવા, ઓવરડ્રાફટ, ગવર્નમેન્ટ સિકીયુરિટી તથા બેંકના રોકાણ, શાખાવાર થાપણ લક્ષ્યાંક-સિદ્ધિની નોંધ, ધિરાણના દસ્તાવેજો અંગે પ્રમાણપત્ર, સભાસદોને સેરની રકમની ચુકવણી, ખેતી વિષયક ધિરાણ, બાજપાઈ બેંકેબલ યોજના હેઠળ ધિરાણ, સહકારી મંડળીઓના મંત્રી નિમણૂકની બહાલી, કર્મચારીઓના વાર્ષિક ઇન્ક્રીમેન્ટ, જરૂરિયાત મુજબના સાધનોની ખરીદી વગેરે બાબતે મંત્રી સમક્ષ ચર્ચા કરી હતી. જે બાબતે મંત્રીએ જરૂરી માર્ગદર્શન આપી સૂચન કર્યા હતાં.

આ તકે મંત્રીએ ઉપસ્થિત ડિરેકટર્સ તથા બેંકના સભ્યોને જણાવ્યું હતું કે જે રીતે આપણી અંગત પેઢીને જાળવીએ છીએ તેમજ કાળજી લઇએ છીએ તેજ પારદર્શીતાથી બેંકનો વહીવટ કરવા સૂચન કર્યું હતું. સમયસર કારોબારી તથા અન્ય મિટીંગો યોજવી, પારદર્શકતા ન દાખવતા સભ્યોને જરૂરી કાર્યવાહી કરી દૂર કરવા, બેંક હેઠળ આવતી મંડળીઓમાં જો કોઈ ગેરવહીવટ ધ્યાને આવે તો બ્રાન્ચ મેનેજર સહિતના અધિકારીઓ-પદાધિકારીઓની જવાબદારી નક્કી કરવા, ઓવરડ્રાફટ પર વ્યાજના દર નક્કી કરવા, બેંકને વધુ ફાયદો થાય તે મુજબના રોકાણો કરવા, ખેડૂતો કોઈ રીતે છેતરાય નહીં તેમજ તેમને વધુમાં વધુ લાભ મળે તે દિશામાં નિર્ણયો કરવા સૂચન કરી જરૂરી માર્ગદર્શન પુરું પાડ્યું હતું.

આ બેઠકમાં વાઈસ ચેરમેન રાજેશભાઇ વાદી, મેનેજીંગ ડીરેકટર લુણાભા સુમણીયા, ડિરેકટર પ્રવિણસિંહ ઝાલા, બલદેવસિંહ જાડેજા, ધરમશીભાઇ ચનીયારા, ઇન્ચાર્જ જનરલ મેનેજર પી.એસ.રોલા, નોડલ ઓફીસર જી.એમ. જાડેજા, ઇન્ચાર્જ મેનેજર એડમીન કે.એચ. જોશી ઉપસ્થિત રહ્યાં હતા.

અન્ય સમાચારો પણ છે...