તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

રજુઆત:તાલુકા પંચાયતનું બિલ્ડીંગ નવું બનાવવા ગ્રામ્ય ધારાસભ્યની પંચાયત મંત્રીને રજૂઆત

જામનગર3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ધારાસભ્ય રાઘવજી પટેલે પંચાયત મંત્રીને પત્ર દ્વારા રજુઆત કરી
  • તાલુકા પંચાયત જિલ્લાનું મુખ્ય મથક હોવા છતાં હજુ સુધી નવું બિલ્ડીંગ બનાવવાની વિચારણા પણ નથી કરવામાં આવી

જામનગર શહેરમાં આવેલું તાલુકા પંચાયતનું બિલ્ડીંગ વર્ષો જૂનો અને જર્જરિત હાલતમાં હોવાથી તેને સ્થાને નવું બિલ્ડિંગ બનાવવા માટે જામનગર તાલુકાની 4 ગ્રામ પંચાયતતો ના વિભાજન કરીને નવી ગ્રામ પંચાયત બનાવવા પંચાયત મંત્રી અને ગ્રામ્યના ધારાસભ્ય રજૂઆત કરી છે.

જામનગરમાં ગવર્મેન્ટ કોલોની સામે આવેલું ગામ પંચાયત મકાન 1980ની સાલ આસપાસ બનેલું છે અને હાલ આ બિલ્ડીંગ જર્જરિત થઈ ગયું છે. બિલ્ડિંગ વપરાશ લાયક નથી ત્યારે જિલ્લાની તમામ તાલુકા પંચાયતોના બિલ્ડીંગ નવા બન્યા છે તો 100 ગ્રામ પંચાયતો જેના હેઠળ આવે છે. તેવા જામનગર જિલ્લાના મુખ્યમથકમાં આવેલ તાલુકા પંચાયત નવું બનાવવા તેમજ જામનગર તાલુકામાં આવેલ મખાણા ગ્રામ પંચાયતમાંથી નવા મોખાણાને, વિરપર ગ્રામ પંચાયતમાંથી વિજયપુરને ,વેતરિયા ગ્રામ પંચાયતમાંથી અમરાપરા અને મોટી ખાવડી ગ્રામ પંચાયતમાંથી ગાગવા ધારને અલગ ગ્રામ પંચાયત આપવા જામનગર ગ્રામ્યના ધારાસભ્ય રાઘવજી પટેલે રાજ્યના પંચાયત મંત્રીને પત્ર દ્વારા રજૂઆત કરી છે.

અન્ય સમાચારો પણ છે...