જામનગર જિલ્લાના જામજોધપુર તાલુાકના સીદસરથી જામજોધપુર આવવા માટેના રસ્તા પર વરસાદના કારણે ડાઈવર્ઝન તૂટી જતા હાલ વાહનવ્યવહાર બંધ છે ત્યારે જામજોધપુર અભ્યાસ અર્થે જતા વિદ્યાર્થીઓએ ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. આજે વિદ્યાર્થિનીઓ અને ગ્રામજનોએ સીદસર ગામ પાસે ચક્કાજામ કરી વિરોધ પ્રદર્શિત કર્યો હતો.
સીદસરથી જામજોધપુર જવાનો રસ્તો ડાયવર્ઝન તૂટી જવાના કારણે બંધ કરાયો છે જેથી એસ.ટી બસ પણ આ રસ્તા પર બંધ છે. સીદસરથી જામજોધપુર જવા માટે વાયા ઉપલેટા જવાતું હોવાથી વિદ્યાર્થીઓ સમયસર શાળાએ ન પહોંચી શકતા મુશ્કેલી અનુભવી રહ્યા છે.
દોઢ વર્ષથી શાળાઓ બંધ હતી અને હવે જ્યારે શાળાઓ ખુલ્લી છે ત્યારે વિદ્યાર્થીઓને સમયસર બસ ના મળતા આજે રસ્તા પર ઉતરી આવી ચક્કાજામ કર્યો હતો.
Copyright © 2023-24 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.