તાલીમ:જામનગર ફાયર બ્રિગેડ દ્વારા સજુબા ગર્લ્સ હાઈસ્કૂલની વિદ્યાર્થિનીઓને ફાયર સેફ્ટી અંગે માર્ગદર્શન અપાયું

જામનગરએક મહિનો પહેલા
  • કૉપી લિંક

જામનગરમા ફાયર સેફટી અંગે વિદ્યાર્થીઓ માહિતગાર બને તે હેતુથી ફાયર સ્ટેશન જામનગર દ્વારા સજુબા ગર્લ્સ હાઈસ્કૂલ ખાતે ફાયર સેફટી સિસ્ટમના ઉપયોગ અંગેની તાલીમ યોજવામાં આવી હતી. જેમાં શાળાના આચાર્ય બીનાબેનના માર્ગદર્શન હેઠળ શાળાની વિદ્યાર્થીનીઓ તથા શિક્ષકોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો.

આ તાલીમમાં ફાયર વિભાગના સ્ટેશન ફાયર ઓફિસર સંદીપ પંડ્યાએ ઉપસ્થિત સૌને પ્રાથમિક અગ્નિશામક તાલીમ, ફાયર સિસ્ટમની પ્રાથમિક જાણકારી, ફાયર સિસ્ટમનો કઈ રીતે ઉપયોગ કરવો, આકસ્મિક સંજોગોમાં કઈ રીતે પોતાનો તથા અન્યનો બચાવ કરવો તેમજ આગ લાગે તેવા સંજોગોમાં કઈ રીતે આગ પર કાબુ મેળવવો વગેરે બાબતે વિગતવાર તાલીમ આપી સૌને ફાયર સેફટી અંગે માહિતગાર કર્યા હતા.

અન્ય સમાચારો પણ છે...