અભ્યાસને લઈ ચિંતા:યુક્રેનથી પરત ફરેલા વિદ્યાર્થીઓ અને વાલીઓએ જામનગરમાં સિગ્નેચર અભિયાન હાથ ધર્યુ, મેડિકલ કોલેજમાં એડમિશનની માંગ કરી

જામનગર13 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • વડાપ્રધાન, મુખ્યમંત્રી, સાંસદ સહિતનાને આવેદનપત્ર આપવામાં આવ્યું
  • યુક્રેનમાં યુદ્ધના કારણે વિદ્યાર્થીઓનો અભ્યાસ અધૂરો હોવાને લઈ ચિંતા

યુક્રેન તેમજ રશિયા વચ્ચે છેલ્લા કેટલાય દિવસથી યુદ્ધ ચાલી રહ્યુ છે. ત્યારે કેટલાય ભારતીય વિદ્યાર્થીઓ સહિત લોકો યુક્રેનમાં ફસાયા હતા. જેઓને ઓપરેશન ગંગા હેઠળ ભારતમાં પરત લાવવામાં આવ્યા હતા. ત્યારબાદ વાલીઓએ સિગ્નેચર અભિયાન હાથ ધરી સરકાર સમક્ષ ઓપરેશન સરસ્વતી હેઠળ વિદ્યાર્થીઓને મેડિકલમાં એડમિશન આપવા અભિયાન હાથ ધર્યું છે. આ અંતર્ગત જામનગરમાં પણ યુક્રેનથી પરત આવેલા વિદ્યાર્થીઓ અને વાલીઓએ જુબેલી ગાર્ડનમાં એકઠા થયા હતા અને સિગ્નેચર અભિયાન હાથ ધરી વડાપ્રધાન, મુખ્યમંત્રી, સાંસદ સહિતનાઓને આવેદનપત્ર આપ્યું હતું.

યુક્રેન અને રશિયા વચ્ચે અઢી મહિનાથી યુદ્ધ ચાલી રહ્યું છે. આ યુદ્ધને પગલે અનેક ભારતીય વિદ્યાર્થીઓ ત્યા ફસાયા હતા. આ વિદ્યાર્થીઓને વતન પરત લાવવા કેન્દ્ર સરકાર દ્વારા ઓપરેશન ગંગા શરૂ કરવામાં આવ્યું હતું. જેને લઈ વિદ્યાર્થીઓ વતનમાં તો પરત આવી ગયા છે પરંતુ હવે અધૂરા રહી ગયેલા અભ્યાસનું સંકટ અને ભવિષ્યને લઈ વાલીઓ ચિંતામાં મુકાયા છે. જેથી વાલીઓએ હવે જાતે જ ‘ઓપરેશન સરસ્વતી’ શરૂ કર્યું છે.

ગુજરાતના લગભગ 1200 જેટલા વિદ્યાર્થીઓ અલગ અલગ વર્ષમાં યુક્રેનમાં મેડિકલનો અભ્યાસ કરી રહ્યા છે. અત્યારે ત્યાંની સ્થિતિ સારી ના હોવાથી ઓનલાઈન અભ્યાસ ચાલે છે, પરંતુવિદ્યાર્થીઓ લાંબો સમય સુધી મેડિકલના અભ્યાસમાં ઓનલાઈન ભણી શકે નહીં અને ભવિષ્યમાં પરત યુક્રેન જવું પડે તેમ છે, જેની વાલીઓને સૌથી મોટી ચિંતા છે. એક તરફ યુક્રેન જાય તો જીવનું જોખમ અને ભારતમાં જ રહે તો અભ્યાસને લઈને ભવિષ્ય જોખમમાં મુકાઈ શકે છે, જેથી કેટલાક વાલીઓએ સાથે મળીને ઓપરેશન ગંગાની જેમ ‘ઓપરેશન સરસ્વતી’ શરૂ કર્યું છે.જામનગરમાં પણ યુક્રેનથી પરત આવેલા વિદ્યાર્થીઓ અને વાલીઓએ મહાનગરપાલિકાના જુબેલી ગાર્ડનમાં એકઠા થયા હતા અને સગ્નેચર અભિયાન હાથ ધર્યુ હતું. તેમજ વાલીઓએ ઓપરેશન સરસ્વતી અંતર્ગત વિદ્યાર્થીઓને ભારતમાં મેડિકલ કોલેજમાં એડમિશન આપવામાં આવે તેવી સરકાર સમક્ષ માંગ કરી છે. જે માટે વડાપ્રધાન, મુખ્યમંત્રી, સાંસદ સહિતનાઓને આવેદન પત્ર આપવામાં આવ્યું છે.

અન્ય સમાચારો પણ છે...