અખંડ રામધૂનમાં કથાકારની હાજરી:કથાકાર રમેશભાઇ ઓઝા ભાઈશ્રી અને હાસ્ય કલાકાર સાંઈરામ દવેએ બાલા હનુમાન મંદિર ખાતે રામધૂન બોલાવી

જામનગર2 મહિનો પહેલા
  • રામધુનમાં ધારાસભ્ય આર.સી ફળદુ અને ધર્મેન્દ્રસિંહ જાડેજા સાથે બાલા હનુમાન મંદિરના ટ્રસ્ટી તથા ભકતો ઉપસ્થિત રહ્યા

વિશ્વ પ્રખ્યાત બાલા હનુમાન મંદિરમાં કથાકાર રમેશભાઇ ઓઝા અને સાઈરામ દવે બાલ હનુમાન મંદિરે ભગવાન શ્રીરામ અને હનુમાનજી ના દર્શન કર્યા હતા. તેમજ 58 વર્ષથી અખંડ રામધૂન ચાલતી બાલા હનુમાન મંદિર ખાતે જાણીતા કથાકાર રમેશભાઇ ઓઝા અને હાસ્ય કલાકાર સાઇરામ દવે એ વિશ્વ પ્રખ્યાત બાલા હનુમાન મંદિર ખાતે દર્શન કરી રામધૂન બોલાવી હતી.

બાલા હનુમાન મંદિર ખાતે કથાકાર રમેશભાઈ ઓઝા ભાઇશ્રીએ રામ ધૂન બોલાવતી વખતે કીર્તતાલ સાથે રામધૂન બોલી હતી જ્યારે તેમની સાથે રાજ્યના પૂર્વ મંત્રી આરસી ફળદુ અને ધર્મેન્દ્રસિંહ જાડેજા એ પણ રામ ધૂન બોલાવતી વખતે હાજરી આપી હતી. ખાસ હાસ્ય કલાકાર સાંઈરામ દવે દ્વારા રામધુન બોલાવવામાં આવી હતી જ્યારે રામ ધૂન બોલાવતી વખતે ભક્તિભાવમાં કથાકાર રમેશભાઇ ઓઝા ભાઈશ્રી ભક્તિમય બની ગયા હતા અને અનોખા દ્રશ્ય સર્જાયા હતા.

અન્ય સમાચારો પણ છે...