હરાજી:જામનગર યાર્ડમાં મગફળીના ભરાવાથી 5 દિવસથી આવક બંધ

જામનગર3 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • કપાસની આવક યથાવત રહી, વધુ 16380 મણ ઠલવાયો
  • જીવન જરૂરી સૂકા મરચાનો હરાજીમાં ભાવ રૂ.6545 બોલાયો

જામનગર માર્કેટ યાર્ડમાં મગફળીના ભરાવાથી સતત પાંચમાં દિવસે આવક બંધ રહી હતી. કપાસની આવક યથાવત રહેતા વધુ 16380 મણ ઠલવાયો હતો. જીવન જરૂરી સૂકા મરચાનો હરાજીમાં ભાવ રૂ.6545 બોલાયો હતો. જામનગર માર્કેટીંગ યાર્ડમાં 11 નવેમ્બરના એક સાથે 55000 ગુણી નવી મગફળી આવી હતી. આથી આ મગફળીનો જથ્થો ન વેચાય ત્યાં સુધી આવક બંધ કરવામાં આવી હતી. બુધવારે સતત પાંચમા દિવસે મગફળીની આવક બંધરહી હતી.

બાજરીની 53, ધઉંની 358, મગની 102, અડદની 595, ચોળીની 53, મેથીની 25, ચણાની 5061, અરેંડાની 672, તલીની 956, રાયડાની 1008, લસણની 8247, કપાસની 16380, જીરૂની 1206, અજમાની 2376, ગુવારની 132, સૂકી ડુંગળીની 2319, સૂકા મરચાની 74, સોયાબીનની 2553 મણ આવક થઇ હતી. હરાજીમાં 20 કીલો ચણાના રૂ.881, અરેંડાના રૂ.1421, તલીના રૂ.3250, રાયડાના રૂ.1276, કપાસના રૂ.1910, લસણના રૂ.258, જીરૂના રૂ.4575, અજમાના રૂ.2830, ગુવારના રૂ.975, સૂકી ડુંગળીના રૂ.425, સૂકા મરચાના રૂ.6545, સોયાબીનના રૂ.1118, વટાણાના રૂ.890, કલોંજીના રૂ.2050 બોલાયા હતાં.

અન્ય સમાચારો પણ છે...