ફટકો:જામનગરના 84 ગામમાં હજુય અંધારપટ

જામનગરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • જિલ્લામાં ભારે વરસાદથી 488 વીજથાંભલા ધરાશાયી થયા
  • જુદા-​​​​​​​જુદા સ્થળે પાણી, કાદવ-કીચડના કારણે વીજકર્મચારીઓને કામગીરીમાં અવરોધ

જામનગર જિલ્લામાં ભારે વરસાદના કારણે ગામડાઓમાં જળબંબાકારની સ્થિતિથી જિલ્લામાં 488 વીજપોલ ધરાશાહી થયા છે. 453 ગામોમાંથી 152 ગામડાઓમાં અંધારપટ છવાયો હતો. પૂરથી વીજ તંત્રની ટુકડીઓને સ્થળ પર પહોંચી શકી ન હતી. આથી હજુ પણ 84 ગામમાં અંધારપટની સ્થિતિથી ગ્રામજનો પરેશાન થઇ ગયા છે.

જામનગર જિલ્લામાં મંગળવારે વહેલી સવારે વરસાદે વિરામ લેતા વીજતંત્રની 46 ટુકડીઓ અલગ અલગ ગામો ખાતે રવાના થઈ હતી અને 68 ગામમાં વીજપુરવઠો પૂર્વવત કર્યો હતો. ભારે વરસાદથી 453 માંથી 152 ગામોમાં અંધારપટ છવાયો હતો. 488 વીજપોલને નુકસાન પહોંચ્યું છે. જિલ્લાના મોટાભાગના ગામડાઓમાં સ્થળ ત્યાં જળની સ્થિતી હોવાના કારણે વીજતંત્ર લાચાર બન્યું હતું.

જો કે, પાણી ઓસરતા અને વરસાદ વિરામ લેતા વીજતંત્ર દ્વારા મંગળવારે 46 ટુકડીઓને અલગ અલગ વીજ પુરવઠો પૂર્વવત કરવાની કામગીરી હાથ ધરી હતી અને 68 ગામોમાં વીજપુરવઠો પૂર્વવત કરાયો હતો. જો કે, હજુ 84 ગામમાં અંધારપટ યથાવત રહ્યો હતો. વીજતંત્રના અધિકારીઓએ જણાવ્યું હતું કે, બુધવાર સાંજ સુધીમાં 53 ગામોમાં વીજપુરવઠો પૂર્વવત કરવામાં આવશે. અતિ ભારે વરસાદને કારણે વીજતંત્રને રૂ. 49.12 લાખનું નુકસાન પહોંચ્યું છે.

જિલ્લામાં તાલુકાવાઇઝ સ્થિતિ

તાલુકાેકુલ ગામઅસરગ્રસ્તઅંધારપટપોલ પડ્યા
જામનગર1145246287
કાલાવડ994321118
જામજોધપુર8627532
લાલપુર741768
ધ્રોલ424425
જોડિયા389218

​​​​​​​

અન્ય સમાચારો પણ છે...