નિર્ણય:ધો. 8 થી 12ના બ્રહ્મ છાત્રોને નિ:શુલ્ક ચોપડા અપાશે

જામનગર2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

જામનગરમાં ચર્મ રોગ નિષ્ણાંત ડોક્ટર કે. એમ. આચાર્ય પરિવાર દ્વારા શહેર અને ગ્રામ્ય વિસ્તારના સમસ્ત બ્રહ્મસમાજના ધો. 8 થી 12ના છાત્રોને ફોર કલરના લેમિનેટેડ 200 પેઇજના ચોપડા, બોલપેન સેટ, મહાત્મા ગાંધીજીની આત્મકથાના પુસ્તકનું સોમવારથી નિ:શુલ્ક વિતરણ કરાશે.વાલકેશ્વરી નગરીમાં શ્રીજી સ્ક્વેરમાં આવેલી ડોક્ટર કે. એમ. આચાર્યની હોસ્પિટલમાંથી સવારે 10 થી 1 અને સાંજે 5 થી 8 દરમ્યાન ચોપડાઓનું વિતરણ કરાશે. વિનામૂલ્યે ચોપડા લેવા આવનાર છાત્રોને પોતાની માર્કશીટની નકલ સાથે લાવવા તથા માસ્ક પહેરીને આવવાનું રહેશે તેમ ડોક્ટર આચાર્ય એક યાદીમાં જણાવ્યું છે.

અન્ય સમાચારો પણ છે...