તપાસ:ધો.12 પાસ બોગસ તબીબ ઝડપાયો

જામનગર2 મહિનો પહેલા
  • કૉપી લિંક
બોગસ તબીબ - Divya Bhaskar
બોગસ તબીબ
  • મસીતીયા ગામે એસઓજીનો દરોડો, દવા અને તબીબી સાધનો કબ્જે કરાયા
  • ડીગ્રી ન હોવા છતાં દર્દીને તપાસી દવા આપતો હતો : ગુનો નોંધી પોલીસે તપાસ હાથ ધરી

જામનગર તાલુકાના મસીતિયામાં એસઓજીએ દરોડો પાડી બોગસ તબીબને પકડી પાડયો છે. જામનગરના આ શખ્સે ધો.12 સુધી અભ્યાસ કર્યો હોવા છતાં ડોકટર તરીકે પ્રેકટીસ કરતો હોવાનું બહાર આવ્યું છે. પોલીસે તેના કબ્જામાંથી દવા અને તબીબી સાધનો સહિતની સામગ્રી કબ્જે કરી હતી.

મસીતિયા ગામમાં એક શખ્સ ડોકટર ન હોવા છતાં ક્લિનિક ખોલી દર્દીઓને તપાસી દવા આપી પૈસા વસૂલ કરતો હોવાની બાતમી મળતા એસઓજીએ દરોડો પાડી મસીતિયામાં મેઈન રોડ પર આવેલી મસ્જીદ નજીક યુનુસ નૂરમામદ ખફીના મકાનમાં ઓરડો ભાડે રાખી તેમાં ક્લિનિક ચલાવતા રઝાક મામદ ખફી નામના જામનગરના શખ્સને પકડી પાડયો હતો.

આ શખ્સ ધો.12 પાસ હોવા છતાં કલીનીક શરૂ કરી દીધાનું તપાસમાં ખુલ્યું હતું. આથી પોલીસે નકલી ડોકટર સામે ગુજરાત મેડીકલ પ્રેકટીસનર્સ એક્ટ હેઠળ ગુનો નોંધી તેના કબ્જામાંથી સ્ટેથોસ્કોપ, બ્લડપ્રેસર માપવાનું મશીન, દવાઓ વગેરે કબ્જે કરી હતી. આ બનાવે શહેરમાં ચકચાર જગાવી છે.

અન્ય સમાચારો પણ છે...