બેડમિન્ટન ચેમ્પીયનશીપ:શહેરમાં રાજ્યકક્ષાની અન્ડર-17 બેડમિન્ટન ચેમ્પીયનશીપ શરૂ

જામનગર21 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • સીંગલ, ડબલ, મીકસ ડબલ મેચમાં 120 ખેલાડીઓ ભાગ લેશે

જામનગરમાં રાજયકક્ષાની અન્ડર-17 બેડમિન્ટન ચેમ્પીયશન શીપનો પ્રારંભ થયો છે. જેમાં સીંગલ, ડબલ, મીકસ ડબલ મેચમાં 120 ખેલાડીઓ ભાગ લેશે. અમદાવાદ, સુરત, ભાવનગર, ગાંધીધામ, રાજકોટ, બરોડાથી ખેલાડી આવ્યા છે. જામનગર ડિસ્ટ્રીકટ બેડમિન્ટન એસોસીએશન દ્વારા રાજયકક્ષાની અન્ડર 17 બોયસ અને ગર્લ્સની સ્વ. વલ્લભભાઇ માડમ મેમોરીયલ ટુર્નામેન્ટનું આયોજન મનપાના સ્પોર્ટસ કોમ્પલેકસમાં કરવામાં આવ્યું છે. જેનો પ્રારંભ શુક્રવારથી થયો છે.

આ ટુર્નામેન્ટ 13 નવેમ્બર સુધી ચાલશે. ટુર્નામેન્ટમાં સીંગલ, ડબલ અને મીકસ ડબલના મેચ રમાશે. આ ટુર્નામેન્ટમાં કુલ 120 ખેલાડી ભાગ લેશે. જેમાં જામનગર ઉપરાંત રાજકોટ, અમદાવાદ, સુરત, ભાવનગર, વલસાડ, ગાંધીધામ, બરોડાના ખેલાડીઓનો સમાવેશ થાય છે. 13 નવેમ્બરના ફાઇનલ મેચ રમાશે. વિજેતાઓને પુરસ્કાર આપવામાં આવશે.

અન્ય સમાચારો પણ છે...