પાટીલની બંધ બારણે બેઠક:પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી.આર.પાટીલ એકાએક જામનગર દોડી આવ્યાં, પાંચેય બેઠકના ઉમેદવારો સાથે બેઠક કરી

જામનગર18 દિવસ પહેલા

રાજ્યમાં ચૂંટણીનો માહોલ જામ્યો છે. ત્યારે ભાજપ, કોંગ્રેસ તેમજ આમ આદમી પાર્ટી સહિતની રાજકીય પાર્ટીઓએ પ્રચાર પ્રસાર તેજ કરી દીધો છે. ત્યારે ગુજરાત પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી.આર.પાટીલ આજે એકાએક જામનગર પ્રવાસે દોડી આવ્યા હતા. અટલ ભવન ખાતે જામનગરની પાંચેય બેઠકના ઉમેદવારોને એક પછી એક મળ્યાં હતા. તેમજ સંગઠનના હોદ્દેદારો સાથે બેઠક યોજી હતી.

એક પછી એક ઉમેદવારો સાથે ચર્ચા કરી
જામનગરના અટલ ભવન ખાતે દોઢ કલાકથી વધુ સમય બંધ બારણે બેઠક યોજાઈ હતી. તમામ ઉમેદવારોને અટલ ભવન કાર્યાલય ખાતે બોલાવવામાં આવ્યાં હતા, અને એક પછી એક ઉમેદવારો સાથે ચર્ચા કરી હતી. આ બેઠકમાં જિલ્લા અને શહેરની કુલ પાંચ બેઠકોના ઉમેદવારો, ધારાસભ્ય, પૂર્વ મંત્રી, જિલ્લા સંગઠનના હોદ્દેદારો પ્રદેશના ઉપાધ્યક્ષ પ્રદેશના સંગઠન તેમજ જિલ્લા પંચાયતના પ્રમુખ અને જિલ્લા સંગઠન તેમજ શહેર સંગઠનના લોકો ઉપસ્થિત રહ્યા હતા.

28 તારીખે વડાપ્રધાન જામનગરની મુલાકાતે
જામનગરમાં આગામી તારીખ 28ના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સભા યોજાવાની છે. તેના અનુસંધાને પણ બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. જામનગરમાં પ્રદેશ અધ્યક્ષ સીઆર પાટીલ જામનગરની મુલાકાત લીધી હતી. જિલ્લા શહેર સંગઠન પ્રમુખ, સાંસદ પૂનમ માડમ, ઉમેદવારો રાઘવજી પટેલ, રિવાબા જાડેજા, ચીમન સાપરિયા, દિવ્યેશ અકબરી, મેઘજી ચાવડા સહિતનાઓ હાજર રહ્યા હતા. જામનગર અને દેવભૂમિ દ્વારકા જિલ્લાની સાતેય બેઠકો પરની રણનીતિ અંગે ચર્ચાઓ કરવામાં આવી હતી. આ ઉપરાંત પીએમ મોદીના પ્રવાસને લઈને તૈયારીઓ અંગે પણ ગહન ચર્ચાઓ કરાઈ હતી.

અન્ય સમાચારો પણ છે...