આયોજન:આજથી દરેડ જીઆઇડીસી ફેસ-3 સામે જામનગર ટેકફેસ્ટનો પ્રારંભ

જામનગર15 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • પાંચ દિ’ ના ઔદ્યોગિક મેળામાં બે લાખથી વધુ મુલાકાતી જોડાશે
  • ઉદ્યોગકારોને આધુનિકતા અને નવી ટેકનોલોજીની માહિતી મળશે

જામનગર ટેકફેસ્ટનો બુધવારથી દરેડ જીઆઇડીસી ફેસ-3 સામે પ્રારંભ થશે. પાંચ દિવસ ચાલનારા ઔધોગિક મેળામાં બે લાખથી વધુ મુલાકાતીઓ જોડાશે. ઉધોગકારોને આધુનિકતા અને નવી ટેકનોલોજીની માહિતી મળશે.

દરેડ જીઆઇડીસી પ્લોટ એન્ડ શેડ હોલ્ડર્સ એસોસીએશન દ્વારા બ્રાસ ઉધોગને આધુનિકતા તરફ લઇ જવા અને નવી ટેકનોલોજીથી માહિતગાર કરવા 5 થી 8 જાન્યુઆરી સુધી સવારે 9 થી સાંજે 6 વાગ્યા સુધી દરેડ જીઆઇડીસી ફેસ-3 સામે જામનગર ટેકફેસ્ટનું આયોજન કરાયું છે. જેમાં 300 થી વધુ એકઝીબીટર્સ અને બે લાખથી વધુ મુલાકાતીઓ જોડાશે. ટેકફેસ્ટનું ઉદધાટન ધારાસભ્ય આર. સી. ફળદુના હસ્તે કરાશે. ટેકફેસ્ટમાં બી ટુ બી સેમિનાર દ્વારા ઉધોગપતિઓને નવી ટેકનોલોજીની માહિતી અપાશે.

અન્ય સમાચારો પણ છે...