સવલત:જામનગરમાં ટાઉનહોલમાં સ્ટેજ, પડદા, ખુરશી, સાઉન્ડ સીસ્ટમ બદલાશે, બે એલઇડી સ્ક્રીન મૂકાશે

જામનગર22 દિવસ પહેલા
  • કૉપી લિંક
ફાઈલ તસવીર - Divya Bhaskar
ફાઈલ તસવીર
  • રૂ.3.25 કરોડના ખર્ચે નવારૂપ રંગ ઘારણ કરશે, પખવાડિયામાં ટેન્ડર બહાર પડશે
  • ​​​​​​​ટાઉનહોલમાં અવાજના પડઘા નહીં પડે: ગ્રીનરૂમનું પણ રીનોવેશન કરવામાં આવશે

જામનગરમાં ટાઉનહોલનું રૂ.3.25 કરોડના ખર્ચે નવારૂપ રંગ ધારણ કરશે. જેમાં સ્ટેજ, પડદા, ખુરશી, સાઉન્ડ સીસ્ટમ બદલાશે. બે એલઇડી સ્ક્રીન મૂકાશે. નવી સીસ્ટમના કારણે અવાજના પડઘા નહીં પડે. ગ્રીનરૂમનું પણ રીનોવેશન કરવામાં આવશે. જેનું ટેન્ડર 15 દિવસમાં બહાર પડશે.જામનગર શહેરની મધ્યમાં આવેલા ટાઉનહોલનું રીનોવેશન મનપા દ્રારા રૂ.3.25 કરોડના ખર્ચે કરવામાં આવશે. આ માટેનું ફાઇનલ પ્રેઝન્ટેશન સ્ટેન્ડીંગ કમીટીમાં કરવામાં આવ્યું હતું.

રીનોવેશન દરમ્યાન ટાઉનહોલમાં સ્ટેજની લાઇટ, પાર્કીંગ, ગાર્ડન અને આંતરિક લાઇટનીંગ, ઓડીટોરીયમનું લાઇટીંગ, એરકન્ડીશન, બદલવામાં આવશે. તદઉપરાંત ટોઇલેટનું રીનોવેશન, ટાઇલ્સ અને ફલોરીંગનું કામ, ટુ વ્હીલર માટે ખાસ પાર્કીંગ, વીઆઇપી રૂમનં રીનોવેશન, કલરકામ, સેલર, આર્ટગેલેરી ફલોરીંગ, વોટર પ્રુફ આરસીસી સ્લેબ બનાવામાં આવશે. ટોયલેટ બ્લોકની ડ્રેનેજ અને સપ્લાય લાઇન, સેનેટરી વેર્સ સહીતની ચીજવસ્તુઓ બદલવામાં આવશે.

રૂ.7.5 કરોડના ખર્ચે તૈયાર થનાર જનરલ બોર્ડની ઇમારતમાં ઓડીટોરીયમ, પાર્કીંગ, વીઆઇપી લોન્જ, પેન્ટ્રી સહીતની સુવિધા
જામગનર મહાનગરપાલિકા દ્વારા નાણાપંચની ગ્રાન્ટમાંથી રૂ.7.5 કરોડના ખર્ચે મનપાના જુના બિલ્ડીંગની પાછળના ભાગમાં જનરલ બોર્ડની નવી ઇમારત બનાવામાં આવશે. જેની ટેન્ડર પ્રક્રિયા ટૂંક સમયમાં થશે. બે માળની આ નવી ઇમારતમાં ગ્રાઉન્ડ ફલોરમાં પાર્કીંગ, એન્ટ્રેસ પોર્ચ, સ્ટ્રેર્સ એન્ડ લીફટ, ઇલેકટ્રીક રૂમ, પ્રથમ માળે ઓડીટોરીયમ, સ્ટેજ, વેઇટીંગ એરીયા, વીઆઇપી લોન્જ અને ટોયલેટ, સાઉન્ડ કન્ટ્રોલરૂમ, પેસેજ, ચેમ્બર્સ, રેકર્ડ રૂમ, મહિલા અને પુરૂષ માટે ટોયલેટ, દિવ્યાંગો માટે ખાસ ટોયલેટ, પેન્ટ્રી, ફાયર એકઝીટ પેસેજનો સમાવેશ થાય છે.

ટાઉનહોલમાં ઇન્ટીરીયર અને ફર્નિચર બદલવામાં આવશે
શહેરના ટાઉનહોલના રીનોવેશનમાં દરવાજા અને બારીનું સમારકામ, મુખ્ય ઓડીટોરીયમનું રીનોવેશન અને વીઆઇપી માટે સોફા, પ્રોજેકટર અને સ્ક્રીન, ગ્રીન રૂમ ફર્નિચર, ટફન ગ્લાસના દરવાજા, ઓટોમેટીક પડદા, કન્ટ્રોલ રૂમ સહિતની કામગીરી કરવામાં આવશે.

અન્ય સમાચારો પણ છે...