તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

બેદરકારી:ભાટિયા PHCમાં સ્ટાફ, તબીબોનો માસ્કને જાકારો

ભાટિયા16 દિવસ પહેલા
  • કૉપી લિંક

કોરોનાકાળ હજુ સંપૂર્ણપણે નાબૂદ થયો નથી. ફરજિયાત માસ્ક હજુ પણ ચાલુ છે છતાં પણ ભાટિયા પીએચસી જાણે કોરોના મુક્ત અને માસ્ક મુક્ત થઈ ગયું હોય તેમ સ્ટાફ સહિત ત્યાં આવતા લોકોએ માસ્કને જાણે તિલાંજલિ આપી દીધી છે. બીજી બાજુ વેક્સિનેશન બાબતે પણ લોકોમાં ભારે અસંતોષ છે. 10 લોકો ભેગા થાય તો જ વેક્સિન આપવામાં આવે છે અન્યથા રવાના કરી દેવામાં આવે છે.

ગુજરાતભરમાં હજુ પણ માસ્ક ફરજિયાત રાખવામાં આવ્યો છે. તંત્ર દ્વારા પણ કોરોના ફરી ન આવે તે માટે લોકોને તકેદારી રાખવાનું કહેવામાં આવી રહ્યું છે આ બધા વચ્ચે કલ્યાણપુર તાલુકાના ભાટિયા ગામે પીએચસી સેન્ટરમાં સ્ટાફ તબીબો તથા ત્યાં આવતા અન્ય લોકો જાણે માસ્કને ભૂતકાળ બનાવ્યું હોય તેમ પહેરતા જ નથી અને કોઈ પહેરવાનું કહેતું પણ નથી. બીજી બાજુ વેક્સિનેશન બાદ પણ અહીં લોકોને ધક્કા થાય છે. પાંચથી છ કલાક બેસાડીને દસ લોકો ભેગા ન થાય તો વેક્સિન લેનારને રવાના કરી દેવામાં આવે છે જે બાબતે પણ લોકોમાં ભારે નારાજગી છે.

અન્ય સમાચારો પણ છે...