ઓરમાયુ વર્તન:એસ.ટી. નિગમના 3 કર્મચારી સંગઠનોએ પડતર માંગણીઓના પ્રશ્ને સૂત્રોચ્ચાર કરી વિરોધ દર્શાવ્યો

જામનગર2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • જુદા-જુદા 20 જેટલા લટકેલા પ્રશ્નોનું તાકીદે નિરાકરણ લાવવા ઉગ્ર માંગ કરી

ગુજરાત રાજય મા.વા. વ્ય. નિગમનાં કર્મચારીઓના ઘણા લાંબા સમયથી પડતર પ્રશ્નો માટે નિગમનાં ત્રણેય માન્ય સંગઠનો દ્વારા લેખિત તથા મૌખીક રજુઆતો નિગમ કક્ષાએ અને સરકારમાં કરવા આવી છતાં આજદિન સુધી તેનો ઉકેલ ન આવતા તેના લીધે કર્મચારીઓમાં હતાશા અને નિરાશા વ્યાપી જવા પામી છે. નિગમના ત્રણેય માન્ય સંગઠનોની બનેલ સંકલન સમિતિ દ્વારા બુધવારના સૂત્રોચ્ચાર કરી વિરોધ દર્શાવ્યો હતો.

એસટી નિગમના કર્મચારીઓ પ્રત્યે ઓરમાયુ વર્તન દાખવીને લાભ આપવામાં ન આવતા કર્મચારીઓમાં ભારે રોષ વ્યાપી જવા પામ્યો છે. જયારે તમામ બોર્ડ, નિગમોના એકમોના કર્મચારીઓને આ લાભ ચૂકવી આપ્યો છે ત્યારે કામદાર પ્રશ્નોને આપવા અને નિરાકરણ માટે ગાંધી ચિધ્યા માર્ગે તબકકાવાર આંદોલન શરૂ કરાયા છે તેમ મજુર મહાજન, એસ.ટી કર્મચારી મંડળ, એસટી મજદુર સંઘ દ્વારા જણાવાયું છે અને કર્મચારીઓના જુદા-જુદા 20 જેટલા પ્રશ્નોના મુકવામાં આવ્યા છે અને નિરાકરણ લાવવા રજૂઆત કરાઇ છે ત્યારે બુધવારના ત્રણેય કર્મચારી સંગઠન દ્વારા વિભાગીય કચેરી પાસે સૂત્રોચ્ચાર કરી વિરોધ દર્શાવ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...