ક્રાઇમ:લાલપુરમાં એસ.ટી. બસમાં દારૂની હેરાફેરી, ચાલક ઝબ્બે

જામનગરએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • પીટોલ-લાલપુર રૂટની બસમાંથી દારૂ મળી આવ્યો

જામનગર નજીક આવેલા લાલપુરના એસ.ટી.બસ સ્ટેન્ડના પાર્કિગમાંથી બસચાલકને પોલીસે દારૂ સાથે પકડી પાડયો હતો.હાલાર પંથકમાં એસટી બસમાં દારૂની હેરાફેરીનો વધુ એક ચોંકાવનારો કિસ્સો સામે આવતા ચકચાર જાગી છે. પોલીસસુત્રોમાંથી જાણવા મળતી વિગત મુજબ લાલપુરના એસટી બસ સ્ટેન્ડમાં વિજીલન્સ ટીમને દારૂની હેરાફેરી મામલે બાતમી મળી હતી. જેની સ્થાનિક પોલીસને જાણ કરતા લાલપુર-પીટોલ રૂટની બસની તલાશી લેવામાં આવી હતી.

જે તલાશી વેળા એસટી બસના ચાલક સુરેશભાઇ ધનજીભાઇ ડામોર (રે. પાદેડી, સંતરામપુર)ના કબજામાંથી ઇંગ્લીશ દારૂની ત્રણ બોટલ અને બે ચપલા મળી આવ્યા હતા. આથી આ બનાવમાં પોલીસે દારૂનો જથ્થો કબજે કરી પકડાયેલા શખ્સની પ્રાથમિક પૂછપરછ હાથ ધરી હતી. જે પોલીસ પુછપરછમાં દારૂનો જથ્થો મંગાવનાર શખસનું નામ ખૂલ્યું છે. મધ્યપ્રદેશના પીટોલથી લાલપુર તરફ આવતી બસમાંથી દારૂ પકડાયો હોવાનુ સામે આવ્યુ છે. અત્રે એ પણ ઉલ્લેખનીય છે કે, થોડા સમય પુર્વે જામનગર નજીક આવેલા ધ્રોલ પંથકમાં એસટી વીજીલન્સ-પોલીસે દારૂના જથ્થા સાથે એસટી ચાલકને દબોચી લીધો હતો જે બાદ વધુ એક એસટી ચાલક દારૂની હેરાફેરી પ્રકરણમાં પકડાતા ભારે ચકચાર જાગી છે.

અન્ય સમાચારો પણ છે...