જામનગર એસટી ડિવિઝનને હોળી અને ધુળેટીના તહેવારને ધ્યાને લઇ મુસાફરો સારી સુવિધા મળે તે માટે વિશેષ બસોની સુવિધા પૂરી પાડવામાં આવી હતી.જેમાં દ્વારકામાં ફુલડોળ ઉત્સવ સહિત જુદા-જુદા યાત્રાધામને જોડતી બસોનું આયોજન કરાયું હતું. જેમાં જામનગર એસ. ટી. ડીવીઝનને રૂા.22.62.210ની આવક થવા પામી હોવાનું જણવા મળ્યું છે. હોળીના તહેવારને ધ્યાને લઇ જામનગર એસ ટી ડિવિઝન દ્વારા વિશેષ બસો મુસાફરો માટે ફાળવવામા આવી હતી. જેમાં મુસાફરોનો સારો એવો ઘસારો જોવા મળ્યો હતો.
જામનગર એસ ટી ડિવિઝનના જુદા-જુદા ડેપો ઉપરથી 241 વધુ એસટી બસોની ટ્રીપોમાં 13,455 મુસાફરોને મુસાફરી કરી હતી. જેનાથી એસ ટી ડિવિઝન જામનગરને રૂા. 22, 62, 210ની આવક થવા પામી છે. જામનગર એસટી ડિવિઝનના જણાવ્યા મુજબ જુદા-જુદા ડેપોમાં ધ્રોલ ડેપો ઉપરથી 16 ટ્રિપ દ્રારા 618 મુસાફરોએ મુસાફરી કરી હતી અને તેના દ્વારા રૂા.1,69,786ની આવક થઇ હતી,પરંતુ સૌથી વધુ આવક જામનગર ડેપોને થવા પામી છે. જેમાં 105 ટ્રીપ દોડાવી 6309 મુસાફરોએ મુસાફરી કરતા રૂા. 11,07,071ની આવક થવા પામી હતી.
જ્યારે દ્વારકા યાત્રાધામ ઉપરથી દ્વારકા ડેપોએ 82 ટ્રીપ દોડાવી 409 મુસાફરો લાભ લેતા દ્વારકા ડેપોને રૂા 3,98,548ની આવક થઈ હતી તેમજ જામજોધપુર ડેપો દ્વારા 24 ટ્રીપ બસોમાં 1920 મુસાફરોને મુસાફરી કરાવી રૂા.3,84,170ની આવક થઈ હતી. જ્યારે ખંભાળિયા ડેપો દ્વારા 14 ટ્રીપ બસોમાં 517 મુસાફરોએ મુસાફરી કરતા રૂા.2,02,635ની આવક થવા પામી હતી. આમ જામનગર એસટી ડિવિઝનને ધુળેટી તહેવાર સારો એવો લાભદાયક થતા રૂા. 22,62,210ની આવક થયા હોવાનું એસટી વિભાગ દ્વારા જણાવાયું છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.