મુસાફરોમાં રોષ:જામનગરમાં ધમધમધતા રોડની વચ્ચોવચ્ચ એસટી બસ બંધ પડતા મુસાફરોએ ધક્કા માર્યા

જામનગર21 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • સલામત સવારી, એસટી અમારી| બેડીનાકા પાસે બનેલ બનાવથી મુસાફરોમાં તંત્ર સામે રોષ

જામનગર એસ.ટી. વિભાગમાં દરરોજ હજારોની સંખ્યામાં મુસાફરોનું આવાગમન રહેતું હોય છે ત્યારે ડેપોમાં રાજકોટથી આવી રહેલી વડોદરા-ખંભાળિયા રૂટની બસ શહેરના બેડી નાકા પાસે અચાનક રોડની વચ્ચો-વચ્ચ બંધ થઇ જતાં મુસાફરોને મુશ્કેલીમાં મુકાઇ ગયા હતાં અને કેટલાક મુસાફરોને ધકકો મારવાની ફરજ પડતા તંત્ર સામે રોષની લાગણી જન્મી હતી.

જામનગર શહેરના બેડીના નાકા પાસે રોડની વચ્ચાે-વચ્ચ વડોદરા-ખંભાળિયા રૂટની એસ.ટી. બસ બંધ પડી જતાં ટ્રાફિક જામ થાય તે પહેલા કેટલાક મુસાફરો દ્વારા બસને ધકકો મારી બસને સાઇડમાં લેવામાં આવી હતી અને ધકકા મારીને અેસટી બસને ચાલુ કરવામાં આવતા મુસાફરોમાં હાશકારો થયાે હતો.

આ બનાવનાે કોઇ રાહદારીએ બસને ધકકો મારતો વિડીયો ઉતારી લઇ સોશિયલ મીડીયામાં વાયરલ કરી દેતા તંત્ર ઉપર અનેક સવાલો ઉઠયા હતાં. બસ કેમ અચાનક બંધ થઇ ગઇ તે અંગે થોડો સમય તો ડ્રાઇવર પણ મુંઝવણમાં મુકાઇ ગયાે હતો અને મુસાફરોને આ હાલાકી પડતા અને ધકકા મારવા પડતા એસટી વિભાગ સામે ફિટકારની લાગણી જન્મી હતી.

અન્ય સમાચારો પણ છે...