જામનગર-રાજકોટ હાઈ-વે પર ધ્રોલ નજીક જાયવા ગામના પાટીયા પાસે એસ.ટી. બસના ચાલકે એક ટ્રેક્ટરને અડફેટમાં લેતા અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં ટ્રેક્ટર ચાલક ગંભીર રીતે ઘાયલ થયો છે. જ્યારે ટ્રેક્ટરમાં ભરેલો અનાજનો જથ્થો રસ્તા પર ઢોળાયો હતો. એસ.ટી. બસના અમુક ભાગને પણ નુકસાન થયું હતું. સદભાગ્યે મુસાફરોને કોઈ ઈજા થઈ ન હતી.
જામનગર-રાજકોટ ધોરીમાર્ગ પર જાયવા ગામના પાટીયા પાસે આગળ જઈ રહેલા એક ટ્રેક્ટરને પાછળથી આવી રહેલી એસ.ટી.બસના ચાલકે ઠોકરે મારતાં ટ્રેક્ટર માર્ગ પરથી નીચે ઉતરી ગયું હતું. ગંભીર રીતે ઘાયલ થયેલ ટ્રેક્ટર ચાલકને 108 એમ્બ્યુલન્સમાં સારવાર માટે રાજકોટની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. ટ્રેક્ટરમાં ચણાનો જથ્થો ભરેલો હતો અને ટ્રેક્ટર ચાલક ખેડૂત ટેકાના ભાવે ચણાનું વેચાણ કરવા જઈ રહ્યો હતો. જે દરમિયાન આ અકસ્માત થયો હતો. ચણાનો જથ્થો ટ્રેક્ટર ગડથોલું ખાતા રસ્તા પર ઢોળાઈ ગયો હતો. સમગ્ર મામલે ધ્રોલ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.