દેકારો બોલ્યો:ધો. 8ના ગુજરાતીના પેપરમાં પ્રથમને બદલે બીજા સત્રના પ્રશ્નો પૂછાયા

જામનગર2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • શહેર-જિલ્લાની સરકારી શાળાના વિદ્યાર્થીઓમાં ભારે દેકારો બોલી ગયો

જામનગર શહેર-જિલ્લાની સરકારી શાળામાં ધો.8 ના ગુજરાતીના પેપરમાં પ્રથમને બદલે બીજા સત્રના પ્રશ્ન પૂછાતા વિધાર્થીઓમાં ભારે દેકારો બોલી ગયો છે. 20 થી વધુ માર્કસના બીજા સત્રના પ્રશ્નથી છાત્રો મૂઝંવણમાં મૂકાયા હતાં.

જામનગર શહેર-જિલ્લાની સરકારી પ્રાથમિક શાળાઓમાં સત્રાંત પરીક્ષા ચાલી રહી છે. જેમાં મંગળવારે ધો.8 માં ગુજરાતી વિષયનું પેપર લેવાયું હતું. પરંતુ કુલ 80 ગુણના આ પેપરમાં તમામ સવાલ પ્રથમ સત્રના ન હતાં. પરંતુ 20 થી વધુ પ્રશ્ન બીજા સત્રના હોવાથી વિધાર્થીઓમાં ભારે દેકારો બોલી ગયો હતો.

ગુજરાતી વિષયના પેપરમાં પ્રથમ સત્રના બદલે બીજા સત્રના પ્રશ્નો પૂછાતા છાત્રો ભારે મૂંઝવણમાં મૂકાયા હતાં. પ્રશ્નનો જવાબ કેમ લખવો તે માટે વિચારમાં પડી ગયા હતાં. અત્રે નોંધનીય છે કે, પેપર જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવનમાંથી નીકળે છે. ત્યારે જે શિક્ષકે પેપર કાઢયું તેને પ્રથમ સત્રમાં કેટલો કોર્સ આવે છે તેનું જ્ઞાન નથી કે પછી આડેઘડ પેપર કાઢયું છે તે તપાસનો વિષય બન્યો છે.

ગુજરાતીના પેપરમાં બીજા સત્રના પ્રશ્ન પૂછાયા છે, છાત્રોના હિતમાં નિર્ણય લેવાશે
ધો.8 માં ગુજરાતી વિષયના પેપરમાં પ્રથમ સત્રના બદલે બીજા સત્રના કોર્સના પ્રશ્ન પૂછવામાં આવ્યા છે. આ અંગે ફરિયાદો મળી છે. આથી જીસીઆરટી, પ્રાથમિક શિક્ષણ નિયામક અને જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન સાથે પત્રવ્યવહાર કરી વિધાર્થીઓના હીતમાં નિર્ણય લેવાશે.> ફાલ્ગુનીબેન પટેલ, શાસનાધિકારી, જામનગર.

અન્ય સમાચારો પણ છે...