લેઉવા પટેલ સમાજનો કાર્યક્રમ:જામનગરમાં શ્રીનાથજીની ઝાંખી અને લોકડાયરો યોજાયો, મોટી સંખ્યામાં જ્ઞાતિબંધુઓ જોડાયા

જામનગરએક મહિનો પહેલા
  • કૉપી લિંક

શ્રી કેશવજી અરજણ લેવા પટેલ સેવા સમાજ જામનગર દ્વારા શ્રીનાથજી ની ઝાંખી અને સાંઈરામ દવે નો ભવ્ય લોકડાયરા નો કાર્યક્રમ યોજાયો હતો અને મોટી સંખ્યામાં જ્ઞાતિ બંધુઓ શ્રીનાથજીની ઝાંખી અને લોક ડાયરા નો આનંદ માણ્યો હતો. જ્યારે આગામી સમયમાં શ્રી કેશવજી અણજણ લેઉવા પટેલ સેવા સમાજ દ્વારા સેટેલાઈટ વિસ્તારમાં પાર્ટી પ્લોટમાં નવા સંકુલમાં બાંધકામ થવાનું છે તેના માટે સમાજના શ્રેષ્ઠીઓને દાન આપવા આગળ આવવાની હાકલ પણ કરી હતી.

આ ભવ્ય લોક ડાયરામાં રાજ્યના કેબિનેટ મંત્રી રાઘવજી પટેલ અને ધારાસભ્ય દિવ્યેશ અકબરી સહિત પટેલ સમાજના પ્રમુખ મનસુખભાઈ રાબડીયા અને સમાજના હોદ્દેદારો અને કારોબારી સભ્ય સહિત મોટી સંખ્યામાં મહિલાઓ સહિત જ્ઞાતિબંધુઓ ઉપસ્થિત રહ્યા હતા અને શ્રીનાથજીની ઝાંખી અને ભવ્ય લોકડાયરાની મોજ માણી હતી.

અન્ય સમાચારો પણ છે...