મોકડ્રીલ:કોવિડ હોસ્પિટલમાં સ્પ્રીકલર સિસ્ટમ ફાટતા કાળા પાણીની રેલમછેલથી દોડધામ

જામનગરએક વર્ષ પહેલા
  • કૉપી લિંક

શહેરની જી.જી.હોસ્પિટલમાં કાર્યરત કોવિડ હોસ્પિટલની ડી ઇમારતમાં કે જેમાં કોઇ દર્દી દાખલ નથી. વોર્ડ બંધ છે. આ ઇમારતમાં શનિવારે બપોર બાદ ટેસ્ટીંગ ચાલી રહ્યું હતું. આ દરમ્યાન સ્પ્રીકલર સિસ્ટમ ફાટતા કાળા પાણીની રેલમછેલ થતાં ભારે દોડધામ મચી ગઇ હતી. સ્પીકલરએ ફાયરની એવી સિસ્ટમ છે કે, જે અમુક તાપમાન વધે તો આપમેળે ફાટી જાય છે અને તેમાંથી પાણીનો મારો થાય છે. 10 ફુટ સુધીના વિસ્તારમાં પાણીનો મારો ચાલે છે.

જામનગરની કોવિડ હોસ્પિટલમાં આગની મોકડ્રીલ: 2 દર્દીઓને બચાવાયા
જામનગરની જી.જી.હોસ્પિટલની કોવિડ હોસ્પિટલમાં શનિવારે સવારે આગ લાગતા ચોથા માળે ફસાયેલા બે દર્દીને બચાવાયા હતાં. જો કે, આ સમગ્ર કવાયત મોકડ્રીલ હોવાનું જાહેર થતા તંત્રએ રાહતનો દમ લીધો હતો. હોસ્પિટલમાં ખરા અર્થમાં આગ લાગે તો રેસ્કયુ કેમ કરવું તે માટે મોકડ્રીલ કરવામાં આવી હતી.

જામનગરની જી.જી. હોસ્પિટલની કોવિડ હોસ્પિટલમાં શનિવારે સવારે 11 વાગ્યાની ચોથા માળે આગ લાગી હતી. આથી બે દર્દી ફસાયા હોવાની સંદેશો ફાયર બ્રિગેડને મળ્યો હતો. આથી ફાયરના જવાનો તાકીદે ઘટના સ્થળે દોડી ગયા હતાં અને ફસાયેલા બંને દર્દીને બચાવી લીધા હતાં. જો કે, આ સમગ્ર કવાયત મોકડ્રીલ હોવાનું જાહેર થયું હતું. હોસ્પિટલમાં ખરા અર્થમાં આગ લાગે તો રેસ્કયુ ઓપરેશન કેમ કરવું તેના નિદર્શન માટે આ મોકડ્રીલ કરવામાં આવી હતી.

અન્ય સમાચારો પણ છે...