તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સ્વેચ્છિક લોકડાઉન:જામનગરના મોટી બાણુગાર ગામના સરપંચની આગેવાની હેઠળ એક અઠવાડિયા સુધી કાલથી સ્વયંભૂ લોકડાઉન

જામનગર12 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • જીવન જરૂરિયાત વસ્તુ માટે સવારે અને સાંજે બે કલાક દુકાન ખુલ્લી રહેશે
 • ગ્રામ્ય વિસ્તારમાં કોરોના પોઝિટિવ કેસ વધતા ગામલોકોએ નિર્ણય કર્યો

જામનગરના મોટી બાણુગાર ગામના સરપંચની આગેવાની હેઠળ વેપારીઓ અને સમસ્ત ગ્રામજનો દ્વારા આવતીકાલ તારીખ 3 એપ્રિલથી 10 એપ્રિલ શનિવાર સુધી મોટી બાણુગારમાં સ્વૈચ્છિક લોકડાઉન કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

આવતીકાલ તારીખ 3 એપ્રિલથી 10 એપ્રિલ સુધી સ્વૈચ્છિક લોકડાઉન

જામનગર શહેર અને જીલ્લા સહીતમાં કોરોનાની બીજી લહેર ઝડપથી ફેલાઇ રહી છે. અને કોરોના પોઝિટિવ કેસોની સંખ્યામાં અનેકગણો ઉછાળો આવ્યો છે. લોકો સોશિયલ ડિસ્ટન્સ જાળવવમાં અને માસ્ક પહેરવામાં બેદરકારી દાખવતા હોય છે. જેના કારણે જામનગર જિલ્લામાં પણ કોરોનાનું સંક્રમણ ચિંતાજનક રીતે વધી ગયું છે. જામનગર કલેકટર રવિશંકરે કોરોના સંક્રમણ અટકાવવા માટે સોશિયલ ડિસ્ટન્સ જાળવવા અને મસ્ક પહેરવા વધુ એક અપીલ કરી હતી. આવા સમયે જામનગરના મોટી બાણુગાર ગામે એક સપ્તાહ માટે સ્વૈચ્છિક લોકડાઉન જાહેર કર્યું છે. જામનગર શહેર અને જિલ્લામાં બે સપ્તાહથી કોરોના સંક્રમણ વધી જવાથી પોઝિટિવ કેસમાં નોંધપાત્ર વધારો જોવા મળ્યો છે. તેમાં પણ ખાસ કરીને છેલ્લા ત્રણ-ચાર દિવસથી શહેર કરતા ગ્રામ્ય વિસ્તારોમાં પોઝિટિવ કેસોની સંખ્યા વધારે જોવા મળી રહી છે.

દૂધ માટેની ડેરી સવાર-સાંજ બે કલાક સુધી ખુલ્લી રહેશે

કોરોના કાળમાં જામનગરના મોટી બાણુગાર ગામના સરપંચની આગેવાની હેઠળ વેપારીઓ અને સમસ્ત ગ્રામજનો દ્વારા આવતીકાલ તારીખ 3 એપ્રિલથી 10 એપ્રિલ શનિવાર સુધી મોટી બાણુગારમાં સ્વૈચ્છિક લોકડાઉન કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. અને 11 એપ્રિલ રવિવારથી રાબેતા મુજબ દુકાનો ખુલશે. એક અઠવાડિયા સુધી ગામમાં લોકડાઉન રહેશે. જેથી લોકોને જરૂરી સામાન ખરીદી લેવા કહેવામાં આવ્યું છે. આ લોકડાઉનનો નિર્ણય પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર તેમજ ગામના વડીલોના સહયોગથી લેવામાં આવ્યો છે. આ દરમ્યાન દૂધ માટેની ડેરી સવાર-સાંજ બે કલાક સુધી ખુલ્લી રહેશે. તેમજ ચક્કી ચાર દિવસ પછી ખોલવામાં આવશે. મોટી બાણુગારમાં કોરોના કેસમાં વધારો થતાં આ નિર્ણય સ્વૈચ્છિક રીતે ગ્રામજનો તરફથી લેવામાં આવેલ છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- ગ્રહ સ્થિતિ અનુકૂળ છે. મિત્રોનો સાથ અને સહયોગ તમારી હિંમત અને તાકાત વધારશે. તમે તમારી કોઇ નબળાઈ ઉપર પણ કાબૂ મેળવવામાં સક્ષમ રહેશો. વાતચીતના માધ્યમથી તમે તમારું કામ પણ કઢાવી શકશો. નેગેટિવઃ...

  વધુ વાંચો